Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની અપીલ પછી જૂનમાં ખાદ્ય તેલની આયાતમાં ૨૯ ટકાનો ઘટાડો

નરેન્દ્ર મોદીની અપીલ પછી જૂનમાં ખાદ્ય તેલની આયાતમાં ૨૯ ટકાનો ઘટાડો

Published : 16 July, 2026 07:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત વિશ્વમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. તેલની આયાતની ગણતરી નવેમ્બરથી ઑક્ટોબરના સમયગાળાના હિસાબે થાય છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ભૂરાજકીય તનાવ વચ્ચે વિદેશી હૂંડિયામણના ભંડારને બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં નાગરિકોને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવાની અપીલ કર્યા પછી આ વર્ષે જૂનમાં ભારતની ખાદ્ય તેલની આયાત વાર્ષિક ધોરણે ૨૯ ટકા ઘટીને ૧૧.૪૬ લાખ ટન થઈ છે. સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના ડેટા અનુસાર ૨૦૨૫ના જૂનમાં ભારતે ૧૬.૧૬ લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી હતી.

ભારત વિશ્વમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. તેલની આયાતની ગણતરી નવેમ્બરથી ઑક્ટોબરના સમયગાળાના હિસાબે થાય છે. જૂનમાં ઘટાડો થયો હોવા છતાં ૨૦૨૫-’૨૬ના તેલ વર્ષ (નવેમ્બર ૨૦૨૫-જૂન ૨૦૨૬)ના પ્રથમ ૮ મહિનામાં સંચિત આયાત વધીને ૧૦૫.૭ લાખ ટન થઈ છે, જે એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં ૯૯.૫૫ લાખ ટન હતી. અસોસિએશને જણાવ્યું છે કે તાજેતરના આંકડા દર્શાવે છે કે જ્યારે વનસ્પતિ તેલની આયાત ચાલુ તેલ વર્ષ દરમ્યાન એકંદરે ઊંચી રહી છે ત્યારે જૂનમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સંચિત વૃદ્ધિની ગતિમાં ઘટાડો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK