Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હમણાં CMના પદ માટે વેકેન્સી છે?

હમણાં CMના પદ માટે વેકેન્સી છે?

Published : 16 July, 2026 08:09 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં મીડિયા દ્વારા પુછાયેલા સવાલ સામે એકનાથ શિંદેનો રમૂજી પ્રશ્ન

ગઈ કાલે દિલ્હીમાં એકનાથ શિંદે.

ગઈ કાલે દિલ્હીમાં એકનાથ શિંદે.


એકનાથ શિંદેએ બુધવારે દિલ્હીમાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. વારકરીઓ દ્વારા ભગવાન પાંડુરંગજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે તમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવાય અને અનેક વિધાનસભ્યો પણ મુખ્ય પ્રધાનના પદે તમને બેસાડાય એવી માગણી કરી રહ્યા છે તો શું ભવિષ્યમાં તમે મુખ્ય પ્રધાન બનશો એવો પ્રશ્ન પુછાતાં એકનાથ શિંદેએ સામે રમૂજી સવાલ પૂછતાં કહ્યું હતું કે ‘હમણાં CMના પદ માટે વેકેન્સી છે?’ આ સાંભળીને ત્યાં હાજર બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘બધા જ કાર્યકરોની એવી ઇચ્છા હોય છે કે તેમના નેતા મુખ્ય પ્રધાન બને. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોને લાગતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બને. અમે કામ કરનારા લોકો છીએ. અમને શું મળશે, તમને શું મળશે એવી વૃત્તિ મહાયુતિમાં નથી.’  


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 08:09 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK