ઍક્ટિંગ, રાઇટિંગ અને ડિરેક્શનને પરસ્પર જોડવાં પડકારજનક લાગે છે? એનો જવાબ આપતાં શેફાલીએ કહ્યું હતું કે ‘ક્રીએટિવિટીની કોઈ સીમા નથી હોતી.
શેફાલી શાહ
શેફાલી શાહનું માનવું છે કે ક્રીએટિવિટીની કોઈ સીમા નથી હોતી. શેફાલી અભિનયની સાથે જ ડિરેક્શનમાં પણ સક્રિય છે. તેના ડિરેક્શનમાં બનેલી શૉર્ટ ફિલ્મ ‘સમ ડે’ બાદ ‘હૅપી બર્થ ડે મમ્મી જી’ પણ યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે. તેને પૂછવામાં આવ્યું હતું કે ઍક્ટિંગ, રાઇટિંગ અને ડિરેક્શનને પરસ્પર જોડવાં પડકારજનક લાગે છે? એનો જવાબ આપતાં શેફાલીએ કહ્યું હતું કે ‘ક્રીએટિવિટીની કોઈ સીમા નથી હોતી.
તમારી સામે જે પણ આવે એને એક્સપ્લોર કરવાની જરૂર હોય છે અને એ વહેણ સાથે આગળ વધવાનું હોય છે. ફિલ્મમાં મેં કલાકાર કરતાં ડિરેક્શન પર વધુ ધ્યાન આપ્યું હતું. કલાકાર તરીકે તમે માત્ર પોતાના સીન પર જ ધ્યાન આપો છો.
ત્યાર બાદ એક્સપર્ટ્સ જુએ છે કે તમારું કામ બરાબર હતું કે નહીં. મૉનિટર જોઈને તેમને સમય બરબાદ નથી કરવો પડતો, પરંતુ ડિરેક્ટર તરીકે મારે શૉટ્સ જોવા પડે છે.
મને દરેક વસ્તુ જાતે કરવી ગમે છે. જો ફ્રેમમાં તકિયો બરાબર ન દેખાય તો હું એને પણ વ્યવસ્થિત ગોઠવું છું. મને કામ કરવાની બીજી કોઈ ઢબની નથી ખબર. ડિરેક્ટર તરીકે આટલી મોટી જવાબદારી લેવી અઘરું છે. જે લોકો તમારા વિઝન પર પૈસા અને સમય લગાવે છે તેમની સાથે ન્યાય કરવો જરૂરી છે.’

