Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો ફાયરિંગમાં ઘાયલ થયેલો ટાઇગર શ્રોફનો હાથ

જોઈ લો ફાયરિંગમાં ઘાયલ થયેલો ટાઇગર શ્રોફનો હાથ

Published : 23 October, 2026 10:46 AM | Modified : 23 October, 2026 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે જુહુ ખાતે ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી અનેક તક-વિતર્ક ચાલી રહ્યા હતા ત્યારે હવે ટાઇગર શ્રોફની ટીમે એક વિડિયો શૅર કર્યો છે જેમાં ટાઇગરના હાથ પર નિશાન જોવા મળી રહ્યાં છે.

ટાઇગર શ્રોફનો ઘાયલ થયેલો હાથ

ટાઇગર શ્રોફનો ઘાયલ થયેલો હાથ


રવિવારે જુહુ ખાતે ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી અનેક તક-વિતર્ક ચાલી રહ્યા હતા ત્યારે હવે ટાઇગર શ્રોફની ટીમે એક વિડિયો શૅર કર્યો છે જેમાં ટાઇગરના હાથ પર નિશાન જોવા મળી રહ્યાં છે. ગઈ કાલે ટાઇગર શ્રોફની ટીમે સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં ટાઇગરના હાથ પર નાનાં-નાનાં ટપકાં જેવા નિશાન અને લાલાશ દેખાય છે. આ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ‘ગૉડ ઇઝ કાઇન્ડ.’

હાલમાં અનેક સોશ્યલ મીડિયા યુઝર્સ હુમલાની ઘટના વિશે શંકા વ્યક્ત કરી રહ્યા હતા. ઘટના બાદ ટાઇગરની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તેના શરીર પર પાટા બાંધેલા જોવા મળ્યા હતા. જોકે એના બરાબર બે દિવસ પછી ઑનલાઇન એવી તસવીરો વાઇરલ થઈ હતી જેમાં ટાઇગરની ત્વચા પર કોઈ નિશાન દેખાતાં નહોતાં જેના કારણે હુમલાની ઘટના અને તેની ઈજાઓને લઈને સવાલો ઊભા થયા હતા. હવે ટાઇગરની ટીમ દ્વારા આ વિડિયો શૅર કરીને તમામ આશંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


હનુમાનજીની કૃપાથી જ મારો દીકરો બચી શક્યો છે


ટાઇગર શ્રોફની મમ્મીએ આ આસ્થા વ્યક્ત કરીને કારમાં રાખેલી હનુમાન ચાલીસાની તસવીર શૅર કરી

ટાઇગર શ્રોફની કાર પર ગોળીબારની ઘટના બાદ તેના પરિવાર અને ચાહકોમાં તેની સુરક્ષાને લઈને ચિંતા છે. આ ઘટનાની વચ્ચે ટાઇગરની મમ્મી આયેશા શ્રોફની સોશ્યલ મીડિયા પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. આયેશાએ પોતાની પોસ્ટ દ્વારા ભગવાન હનુમાન પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી છે. તેનું માનવું છે કે હનુમાનજીની કૃપાથી જ તેમનો દીકરો સુરક્ષિત બચી શક્યો છે. આયેશાની આ પોસ્ટમાં ટાઇગરની કારના ડૅશબોર્ડ પર રાખેલી હનુમાન ચાલીસાની તસવીર પણ જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર આ તસવીર ચર્ચામાં છે. આયેશાની આ પોસ્ટ તેની અંગત માન્યતા અને આસ્થા દર્શાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK