Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઈમપાસ : વાઇફ નહીં, મમ્મીના હાથનું ફૂડ પસંદ છે વિકી કૌશલને

ટોટલ ટાઈમપાસ : વાઇફ નહીં, મમ્મીના હાથનું ફૂડ પસંદ છે વિકી કૌશલને

08 August, 2024 09:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક વાટકીમાં રાખેલી સેવની ખીરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી, માં કે હાથ કી સેવૈંયા. 

ખીરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો

ખીરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો


વિકી કૌશલે તેના કમ્ફર્ટ ફૂડની માહિતી આપી છે. એના પરથી ખ્યાલ આવે છે કે તેને વાઇફ કૅટરિના કૈફના હાથે બનાવેલું નહીં પરંતુ મમ્મીના હાથનું ભોજન ગમે છે. એક વાટકીમાં રાખેલી સેવની ખીરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી, માં કે હાથ કી સેવૈંયા. 


દિવ્યા સેઠ શાહની દીકરી મિહિકા શાહનું ૨૩ વર્ષની વયે અવસાન



ફિલ્મો અને ટેલિવિઝનની જાણીતી ઍક્ટ્રેસ દિવ્યા સેઠ શાહની દીકરી મિહિકા શાહનું ૨૩ વર્ષની વયે અવસાન થયું છે. મિહિકાને તાવ આવ્યો અને અચાનક પાંચમી ઑગસ્ટે તેણે દુનિયામાંથી વિદાય લીધી હતી. દીકરીની આકસ્મિક વિદાયથી દિવ્યા પડી ભાંગી છે.  તેના નિધન વિશે સાંભળતાં જ ઇન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો છે. પરિવાર પર આવી પડેલી સંકટની આ ઘડીમાં તેમને સાંત્વન આપવા ગઈ કાલે મિહિકાની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. મિહિકા વરિષ્ઠ અદાકારા સુષ્મા સેઠની દોહિત્રી હતી.


વેલકમ ટુ ધ જંગલના સેટ પર આફત બનીને વરસ્યો વરસાદ


અક્ષયકુમારની આગામી કૉમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ના મુંબઈના સેટ પર વરસાદને કારણે પારાવાર નુકસાન થયું છે. એને કારણે શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. થોડા મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું છે. એના માટે મેકર્સે ભવ્ય સેટ બનાવ્યો હતો, પરંતુ વરસાદે એના પર પાણી ફેરવી દીધું છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, રવીના ટંડન, લારા દત્તા, જૉની લીવર અને શ્રેયસ તલપડે સહિત અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાન કહે છે, ‘આ દુર્ભાગ્યની વાત છે કે ભારે વરસાદને કારણે સેટ પડી ભાંગ્યો છે એથી જ્યાં સુધી ફરીથી સેટ નહીં બને ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ નહીં થાય.’ 

નૌશીન અલી સરદાર જોવા મળશે ઝી ટીવીના એક નવા શો વસુંધરામાં

પોતાના પહેલાવહેલા ટીવી-શો ‘કુસુમ’થી ઘર-ઘરમાં જાણીતી બનેલી નૌશીન અલી સરદાર હવે ‘વસુંધરા’ નામના નવા શોમાં જોવા મળશે. ઝી ટીવીના આ શોમાં તે ચંદ્રિકા સિંહ ચૌહાણની સશક્ત ભૂમિકામાં જોવા મળશે જે એક સેલ્ફમેડ વુમન છે અને પોતે બનાવેલા નિયમોના આધારે જીવી રહી છે. પોતાના આ નવા શો વિશે વાત કરતાં નૌશીન કહે છે, ‘આવી અનોખી અને પડકારજનક ભૂમિકા દ્વારા કમબૅક કરવું એ ઘણા લોકોનું સપનું હોઈ શકે. ચંદ્રિકાની ભૂમિકા અત્યાર સુધીની મારી સૌથી જટિલ ભૂમિકાઓમાંની એક હોઈ શકે છે. આ પ્રકારની ભૂમિકા ભજવવી એ એક ઍક્ટર તરીકે મારા માટે નવો અને આકર્ષક પડકાર છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK