સ્પેનમાં ફિલ્મના શૂટિંગમાં બૉયફ્રેન્ડની સાથે વેકેશનની પણ મજા માણી
તૃપ્તિ ડિમરી, બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ પણ જોવા મળ્યો હતો
તૃપ્તિ ડિમરી હાલમાં સ્પેનમાં વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘રોમિયો’નું શૂટિંગ કરી રહી છે. આ સમયે તેની સાથે તેનો બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ પણ જોવા મળ્યો હતો. બન્નેની સોશ્યલ મીડિયા સ્ટોરીઝે સ્પષ્ટ કરી દીધું કે આ સ્પેન-ટ્રિપ માત્ર કામ પૂરતી મર્યાદિત નહોતી, બન્નેએ એકબીજા સાથે વેકેશન પણ માણ્યું છે.
તૃપ્તિ હાલમાં શાહિદ કપૂર અને રણદીપ હૂડા સાથે ‘રોમિયો’ના અંતિમ શેડ્યુલમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમ સ્પેનમાં દમદાર ઍક્શન સીન અને એક ગીતનું શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન તૃપ્તિનો બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ પણ ત્યાં પહોંચી ગયો હતો. બન્ને સ્પેનની ગલીઓમાં ફરતાં જોવા મળ્યાં, તેમણે ત્યાંનું સ્ટ્રીટ-ફૂડ પણ અજમાવ્યું અને તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી. જોકે બન્નેએ હજી સુધી તેમના સંબંધનો સત્તાવાર રીતે સ્વીકાર નથી કર્યો, પણ તેમની સોશ્યલ મીડિયા ફીડ તેમની રિલેશનશિપનો પુરાવો છે.

