‘બૉલીવુડની આગામી ફિલ્મ ‘ભેડિયા’ની રિલીઝ માટે આતુર છીએ જેનું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં થયું હતું. તમારી ફિલ્મના માધ્યમથી ટીમે આ રાજ્યને, એનાં મનોહર ભૌગોલિક સ્થિતિ, કલ્ચર અને ટૅલન્ટને પ્રમોટ કર્યાં છે એ બદલ આભાર.’
તસવીર સૌજન્ય મિડ-ડે
વરુણ ધવને તેની આગામી હૉરર ફિલ્મ ‘ભેડિયા’નું શૂટિંગ પૂરું કર્યા બાદ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખંડુનો આભાર માન્યો છે. અરુણાચલ પ્રદેશમાં આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ત્યાંની સરકારે ટીમને સપોર્ટ આપ્યો હતો. દિનેશ વિજનની આ ફિલ્મમાં વરુણની સાથે ક્રિતી સૅનન, દીપક ડોબરિયાલ અને અભિષેક બૅનરજી પણ લીડ રોલમાં જોવા મળશે. ટ્વિટર પર અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખંડુએ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડની આગામી ફિલ્મ ‘ભેડિયા’ની રિલીઝ માટે આતુર છીએ જેનું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં થયું હતું. તમારી ફિલ્મના માધ્યમથી ટીમે આ રાજ્યને, એનાં મનોહર ભૌગોલિક સ્થિતિ, કલ્ચર અને ટૅલન્ટને પ્રમોટ કર્યાં છે એ બદલ આભાર.’
તો સીએમનો આભાર માનતાં વરુણે પણ ટ્વીટ કર્યું હતું કે ‘અરુણાચલ પ્રદેશમાં શૂટિંગ કરવાની ખૂબ મજા આવી હતી. સપોર્ટ અને અતિથિ સત્કાર માટે ફરી એક વખત સર તમારો આભાર.’

