Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: આવી રહી છે રાકેશ બેદીને લીડ રોલમાં ચમકાવતી NH404

Entertainment Updates: આવી રહી છે રાકેશ બેદીને લીડ રોલમાં ચમકાવતી NH404

Published : 10 May, 2026 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાકેશ બેદીને તેની કરીઅરમાં લીડ રોલ કરવાની ખાસ તક નથી મળી, પણ હાલમાં ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીને મળેલી સફળતા પછી રાકેશ બેદીની વધેલી લોકપ્રિયતાને પગલે હવે તે ‘NH404’ નામની ફિલ્મમાં લીડ રોલ કરશે.

NH404

NH404


રાકેશ બેદીને તેની કરીઅરમાં લીડ રોલ કરવાની ખાસ તક નથી મળી, પણ હાલમાં ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીને મળેલી સફળતા પછી રાકેશ બેદીની વધેલી લોકપ્રિયતાને પગલે હવે તે ‘NH404’ નામની ફિલ્મમાં લીડ રોલ કરશે.

તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં રાકેશ બેદીને રોડરોલરની નીચે દબાયેલી હાલતમાં બતાવવામાં આવ્યો છે જે ફિલ્મની અનોખી વાર્તા તરફ ઇશારો કરે છે.
આ ફિલ્મની વાર્તા, અન્ય કલાકારો અને રિલીઝ-ડેટ હજી જાહેર થયાં નથી. જોકે પોસ્ટર અને કન્સેપ્ટને જોતાં લાગે છે કે આ વ્યંગાત્મક અથવા ડાર્ક કૉમેડી ફિલ્મ હોઈ શકે છે.



દિશા પાટનીની પહેલી હૉલીવુડ ફિલ્મ રિલીઝ માટે તૈયાર


પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ બાદ હવે દિશા પાટની પણ હૉલીવુડમાં પોતાની ઓળખ બનાવવા તૈયાર છે. હાલમાં તેની પહેલી હૉલીવુડ ફિલ્મ ‘ધ પોર્ટલ ઑફ ફોર્સ’નું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં દિશા જબરદસ્ત ઍક્શન કરતી જોવા મળે છે.


ફિલ્મ ‘ધ પોર્ટલ ઑફ ફોર્સ’ દર્શકોને એક વિશાળ કલ્પિત અને રહસ્યમય દુનિયામાં લઈ જાય છે. ફિલ્મમાં બે પ્રાચીન શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. એક પક્ષ દુનિયામાં નિયમ અને સંતુલન જાળવવાની વાત કરે છે તો બીજો પક્ષ સંપૂર્ણ અલગ વિચારધારા અને રસ્તો અપનાવે છે. આ ટકરાવ વચ્ચે દિશાનું પાત્ર ‘જેસિકા’ સામે આવે છે જેને સમગ્ર કહાનીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે આખી દુનિયાનું ભવિષ્ય જેસિકાના નિર્ણય પર આધારિત છે. જેસિકા માટે ફક્ત દુશ્મનો સામે લડવાનું જ નહીં પણ પોતાને ઓળખવાની અને યોગ્ય માર્ગ પસંદ કરવાની મોટી જવાબદારી પણ છે.

આશકા ગોરડિયા બીજી વખત બની મમ્મી

ગુજરાતી ટીવી-ઍક્ટ્રેસ અને બિઝનેસવુમન આશકા ગોરડિયા ૪૦ વર્ષની ઉંમરે બીજી વખત મમ્મી બની છે. આશકાએ બીજા દીકરાને જન્મ આપ્યો છે જેનું નામ રિચર્ડ થિયોડર ગોબલ રાખવામાં આવ્યું છે. આશકાએ ૨૦૨૩માં પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ વિલિયમ ઍલેક્ઝાન્ડર ગોબલ છે. આશકા અને તેના ફૉરેનર પતિ બ્રેન્ટ ગોબલે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શૅર કરી હતી. આ  સાથે જ તેમણે નવજાત બાળકની ઝલક પણ બતાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK