રણબીર પણ વાઇટ ટી-શર્ટ સાથે બ્લુ ડેનિમ જીન્સ અને જૅકેટમાં હૅન્ડસમ દેખાતો હતો. તેઓ બન્ને સાથે ઍરપોર્ટની બહાર નીકળ્યા હતા
વિકી કૌશલ અને રણબીર કપૂર
વિકી કૌશલ અને રણબીર કપૂર સોમવારે મુંબઈ ઍરપોર્ટ પર તેમની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ના બિકાનેર શેડ્યુલનું શૂટિંગ પૂરું કરીને પાછા ફર્યા હતા. આ સમયે બન્નેનો લુક સ્ટાઇલિશ હતો. વિકીએ ગ્રે કલરની હૂડી અને મૅચિંગ ટ્રાઉઝર સાથે કૅપ પહેરી હતી અને સાથે બ્લૅક સનગ્લાસિસ પણ પહેર્યાં હતાં. રણબીર પણ વાઇટ ટી-શર્ટ સાથે બ્લુ ડેનિમ જીન્સ અને જૅકેટમાં હૅન્ડસમ દેખાતો હતો. તેઓ બન્ને સાથે ઍરપોર્ટની બહાર નીકળ્યા હતા અને ઘરે જતાં પહેલાં રણબીર અને વિકીએ એકબીજાને ગળે વળગીને તેમની વચ્ચેની બ્રોમૅન્સની લાગણીનો પરિચય આપ્યો હતો. બન્નેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

