વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજની કથા કહેવામાં આવી છે.
વિકી કૌશલ
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજની કથા કહેવામાં આવી છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના કામ કરી રહ્યાં છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં વિકીએ મહાકુંભની મુલાકાત લઈને ગંગા, યમુના અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી હતી. વિકીએ આ પવિત્ર સ્થળની મુલાકાત માટે મળેલી તક બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું બહુ સારી લાગણી અનુભવી રહ્યો છું. હું મહાકુંભની મુલાકાત લેવા માગતો હતો અને હું ભાગ્યશાળી છું કે મને અહીં આવવાની તક મળી.’

