વિકીએ તેની કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન ‘છાવા’માં આપ્યું છે. આ ફિલ્મનો સમાવેશ ૨૦૨૫ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં થાય છે.
છત્રપતિ સંભાજી મહારાજની મૂર્તિ સ્વીકારતી વખતે જૂતાં ઉતારીને વિકી કૌશલે જીતી લીધાં દિલ
વિકી કૌશલ હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો ત્યારે તેના એક ફૅને તેને શાલથી સન્માનતિ કર્યો હતો. આ ફૅને વિકીને છત્રપતિ સંભાજી મહારાજની એક મૂર્તિ ભેટમાં આપી હતી. વિકીએ આ મૂર્તિ સ્વીકારતી વખતે સંભાજી મહારાજને માન આપવા માટે તેનાં જૂતાં ઉતારી નાખ્યાં હતાં. વિકીના આ વર્તને લોકોનાં દિલ જીતી લીધાં છે. વિકીએ તેની કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન ‘છાવા’માં આપ્યું છે. આ ફિલ્મનો સમાવેશ ૨૦૨૫ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં થાય છે. વિકીએ આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી.

