આ જોડી નજીકના મિત્રો અને સ્વજનોની હાજરીમાં ૨૬ ફેબ્રુઆરીએ લગ્ન કરશે એવી ચર્ચા
રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાની ફાઇલ તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડાની રિલેશનશિપ વિશે ઑક્ટોબરમાં એવી ચર્ચાઓ સામે આવી હતી કે બન્નેએ સગાઈ કરી લીધી છે. જોકે આ મુદ્દે બન્નેએ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ એ છતાં બન્નેના હાથમાં દેખાતી રિંગ આ વાતને સમર્થન આપે છે. રિપોર્ટ્સ અનુસાર રશ્મિકા અને વિજય ૨૬ ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે અને લગ્ન માટે બન્નેએ ઉદયપુરના હેરિટેજ પૅલેસની પસંદગી કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહેશે. લગ્ન બાદ હૈદરાબાદમાં એક ગ્રૅન્ડ રિસેપ્શન યોજાશે જેમાં પરિવાર ઉપરાંત ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ હાજર રહેશે.
વિજય અને રશ્મિકા વચ્ચે ઉંમરમાં ૭ વર્ષનો તફાવત છે. રશ્મિકા ૨૯ વર્ષની છે, જ્યારે વિજય ૩૬ વર્ષનો છે. ઉંમરના અંતર છતાં બન્ને વચ્ચેનો પ્રેમ અને એકબીજા માટેનું સન્માન સ્પષ્ટ દેખાય છે.


