Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની ચૌહાણમાં વિલન તરીકે વિક્રાન્ત મેસીની થઈ એન્ટ્રી

અજય દેવગનની ચૌહાણમાં વિલન તરીકે વિક્રાન્ત મેસીની થઈ એન્ટ્રી

Published : 28 July, 2026 10:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિપોર્ટ્સ મુજબ અજય દેવગનની આગામી ફિલ્મ ‘ચૌહાણ’માં વિક્રાન્ત મેસી વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે નિર્માતાઓ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 અજય દેવગન અને વિક્રાન્ત મેસી

અજય દેવગન અને વિક્રાન્ત મેસી


અજય દેવગનની આગામી ફિલ્મ ‘ચૌહાણ’માં વિલન તરીકે વિક્રાન્ત મેસીની એન્ટ્રી થઈ હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં વિક્રાન્તનો રોલ બહુ દમદાર છે. જોકે આ વિશે ફિલ્મના નિર્માતાઓ કે વિક્રાન્ત મેસી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 
ચર્ચા પ્રમાણે ફિલ્મના નિર્માતા આનંદ એલ. રાયે વિક્રાન્ત મેસીને આ ઍક્શન-થ્રિલરમાં એક અલગ પ્રકારની ભૂમિકા માટે પસંદ કર્યો છે અને તેનું પાત્ર અજયને જોરદાર ટક્કર આપતું જોવા મળશે. વિક્રાન્તને પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ આવી હતી અને તેણે તરત જ ફિલ્મ માટે સંમતિ આપી હતી. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે અને એને આવતા વર્ષે પહેલી ઑક્ટોબર રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK