વિશાલ ભારદ્વાજે સ્પષ્ટતા કરી કે ઓ રોમિયો બુક પરથી બની છે, પણ એમાં ઘણું ફિક્શનલ પણ છે
વિશાલ ભારદ્વાજ
વિશાલ ભારદ્વાજની ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં છે. ગઈ કાલે એક ભવ્ય ઇવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમ્યાન વિશાલ ભારદ્વાજે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હકીકતમાં ‘ઓ રોમિયો’ હુસેન ઉસ્તરા અને સપનાદીદીની વાસ્તવિક જીવનકથા પરથી પ્રેરિત છે. હુસેન ઉસ્તરાના પરિવારજનો આ વાતથી નારાજ છે કે ફિલ્મ બનાવતાં પહેલાં તેમની મંજૂરી લેવામાં આવી નથી. ટ્રેલર લૉન્ચ દરમ્યાન જ્યારે વિશાલ ભારદ્વાજને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ નામની એક બુક છે. આ કથા હુસૈન ઝૈદીસાહેબે લખી છે. મેં એ કથાના રાઇટ્સ લીધા અને એના આધારે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ એ જ કથા પર આધારિત છે અને પાત્રો પણ એ જ છે, પરંતુ એમાં ઘણું બધું ફિક્શન પણ છે.’
વાદ વિશે વાત કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે ‘જે મંજૂરીની વાત થઈ રહી છે એ કદાચ હુસૈન ઝૈદીસાહેબે લીધી હશે અથવા લેવી જોઈતી હતી. એટલે મને એવું લાગ્યું નહીં કે મને અલગથી કોઈ પરમિશનની જરૂર છે, કારણ કે આ એક પુસ્તકનો ભાગ રહેલી વાર્તા પર આધારિત ફિલ્મ છે.’
ADVERTISEMENT
ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં વિશાલ ભારદ્વાજને પૂછવામાં આવ્યું કે શું આ ફિલ્મ પહેલાં કોઈ બીજી સ્ટારકાસ્ટ સાથે બનવાની હતી તો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે ‘હકીકતમાં, ત્યારે સ્ક્રિપ્ટ પણ અલગ હતી. જ્યારે તે કલાકારો સાથે વાત ચાલી રહી હતી ત્યારે વાર્તા કંઈક બીજી જ હતી. આ વાર્તા ધીમે-ધીમે વિકસતી ગઈ અને આજના સ્વરૂપ સુધી પહોંચી છે.’


