કિઆરાએ આ ફિલ્મ માટે પોતાની કરીઅરમાં પહેલી વાર બિકિની શૉટ આપ્યા છે અને પોતાના લુકને કર્લી હેરથી કમ્પ્લીટ કર્યો છે.
કિઆરા અડવાણી
હૃતિક રોશન અને જુનિયર NTRને ચમકાવતી ‘વૉર 2’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જુનિયર NTR આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકામાં છે. આ ટીઝર લોકોને પસંદ પડી રહ્યું છે. આ ફિલ્મમાં કિઆરા અડવાણી પણ કામ કરી રહી છે. આ ટીઝરમાં કિઆરાની એક જ ઝલક જોવા મળી, પણ તે એમાં છવાઈ ગઈ છે. આ ફિલ્મમાં કિઆરાનો અત્યંત ગ્લૅમરસ લુક જોવા મળશે. ટીઝરમાં તે બિકિનીમાં બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. કિઆરાએ આ ફિલ્મ માટે પોતાની કરીઅરમાં પહેલી વાર બિકિની શૉટ આપ્યા છે અને પોતાના લુકને કર્લી હેરથી કમ્પ્લીટ કર્યો છે.

