Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિકની ‘ફ્રેડી’ માટે કેમ ના પાડી હતી તારાએ?

કાર્તિકની ‘ફ્રેડી’ માટે કેમ ના પાડી હતી તારાએ?

27 August, 2021 05:21 PM IST | Mumbai
Agency

અર્જુન કપૂર સાથેની ‘એક વિલન 2’નું તે શૂટિંગ કરી રહી છે. આ સાથે જ તેની ‘તડપ’ની પણ રિલીઝની તૈયારી છે. તેને જ્યારે આ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી ત્યારે તેની અન્ય ફિલ્મની તારીખો એની સાથે ટકરાઈ રહી હતી.

તારા સુતરિયા

તારા સુતરિયા


કાર્તિક આર્યનની ‘ફ્રેડી’માં કામ કરવા માટે તારા સુતરિયાએ ના પાડી હતી. ત્યાર બાદ આ ફિલ્મને અલાયા ફર્નિચરવાળાને ઑફર કરવામાં આવી હતી. આ ફિલ્મના મેકર્સ એક ફ્રેશ જોડીને પસંદ કરવા માગતા હતા. આ માટે તારા પહેલી પસંદ હતી. જોકે તારાએ ફિલ્મ માટે ના પાડી હતી. તે હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. અર્જુન કપૂર સાથેની ‘એક વિલન 2’નું તે શૂટિંગ કરી રહી છે. આ સાથે જ તેની ‘તડપ’ની પણ રિલીઝની તૈયારી છે. તેને જ્યારે આ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી ત્યારે તેની અન્ય ફિલ્મની તારીખો એની સાથે ટકરાઈ રહી હતી. સાજિદ નડિયાદવાલાની ‘હીરોપંતી 2’ના દિવસો ‘ફ્રેડી’ સાથે ટકરાઈ રહ્યા હતા. સાજિદ નડિયાદવાલા તેની ફિલ્મના શેડ્યુલને બદલવા તૈયાર નહોતો, કારણ કે એનાથી તમામ શેડ્યુલ પર એની અસર પડે એમ હતું. આથી તારાએ આ ફિલ્મને ના પાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2021 05:21 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK