Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હનુમાનજી ભારતના આયર્ન મૅન છે

હનુમાનજી ભારતના આયર્ન મૅન છે

Published : 24 November, 2026 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાયણના ફિલ્મમેકરે આવી સરખામણી કરી તો ડિરેક્ટરે આ રોલ માટે સની દેઓલની પસંદગી પાછળનું કારણ જણાવ્યું

સની દેઓલ

સની દેઓલ


રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ’ હાલમાં બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મના પહેલા ભાગમાં ભગવાન રામના જન્મથી લઈને સીતાહરણ સુધીની કહાની દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રાવણનું જીવન અને લંકાનું સિંહાસન મેળવવાની કથા પણ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. જોકે ફિલ્મના અંતમાં હનુમાનજીની દમદાર એન્ટ્રીએ દર્શકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. હવે ફિલ્મમેકર નમિત મલ્હોત્રાએ ભગવાન હનુમાનની સરખામણી ભારતના ‘આયર્ન મૅન’ સાથે કરી છે અને ખુલાસો કર્યો છે કે આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે સની દેઓલને જ કેમ પસંદ કરવામાં આવ્યો છે. 

નમિત મલ્હોત્રાએ હનુમાનજીને ભારતના ‘આયર્ન મૅન’ ગણાવતાં કહ્યું હતું કે ‘ભગવાન હનુમાન ભારતીય દર્શકોનાં સૌથી લોકપ્રિય અને પસંદગીનાં પાત્રોમાંથી એક છે. જે રીતે આયર્ન મૅન વિશ્વભરમાં સુપરહીરો તરીકે લોકપ્રિય છે એ જ રીતે ભગવાન હનુમાન પણ ભારતીય દર્શકોનાં દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ જ કારણે મેકર્સે ફિલ્મના પહેલા ભાગમાં હનુમાનજીના પાત્રને સંપૂર્ણ રીતે રજૂ કરવાને બદલે તેમની માત્ર એક પ્રભાવશાળી ઝલક બતાવવાનો નિર્ણય લીધો હતો. મેકર્સ ઇચ્છતા હતા કે દર્શકોનાં મનમાં હનુમાનજીના પાત્રને લઈને ઉત્સુકતા જળવાઈ રહે.



આથી તેમની સંપૂર્ણ કથા અને ભૂમિકા ફિલ્મના આગામી ભાગ માટે રાખવામાં આવી છે. હનુમાનજીની હાજરી સીક્વલને એક અલગ જ સ્તરે લઈ જશે. તેઓ ઇચ્છતા હતા કે પહેલા ભાગના અંતે દર્શકોનાં મનમાં એ સવાલ રહે કે આગળ ભગવાન રામની યાત્રા કઈ દિશામાં આગળ વધશે અને એમાં હનુમાનજીની ભૂમિકા શું હશે.


હનુમાનજીના પાત્ર માટે સની દેઓલની પસંદગી પણ ખૂબ ચર્ચામાં રહી છે. આ રોલ માટે સનીની પસંદગી વિશે વાત કરતાં ડિરેક્ટર નિતેશ તિવારીએ જણાવ્યું હતું કે ‘હનુમાનજીના વ્યક્તિત્વમાં નિર્દોષતા, ભક્તિ અને અપાર શક્તિનો અનોખો સમન્વય હોવો જરૂરી છે. તેઓ એવા પાત્ર છે જે સામાન્ય પરિસ્થિતિમાં અત્યંત સરળ અને સૌમ્ય દેખાય છે, પણ જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે તેમની શક્તિનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. સનીના વ્યક્તિત્વમાં પણ આ જ વિશેષતા જોવા મળે છે. સનીની ઇમેજ એવી છે કે જ્યારે તે ગુસ્સામાં હોય છે ત્યારે એવું લાગે છે કે જાણે પહાડો પણ હચમચી શકે છે. સનીએ અગાઉ ક્યારેય પરંપરાગત સુપરહીરોની ભૂમિકા ભજવી નથી, પણ દર્શકો વચ્ચે તેની ઇમેજ કોઈ સુપરહીરોથી ઓછી નથી.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK