° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


શું ડિસેમ્બરમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન કરશે? તડામાર તૈયારીઓના અહેવાલ  

27 October, 2021 05:52 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

કપલ પહેલેથી જ તેમના લગ્ન સમારોહની તૈયારી કરી રહ્યું છે અને તેમના કપડાં સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ

બૉલિવૂડ સ્ટાર્સ કેટરિના કૈફ અને  વિક્કી કૌશલ હંમેશા તેમના સંબંધો વિશે મૌન રહે છે, પરંતુ તેમની સગાઈથી લઈને લગ્ન સુધીના સમાચારો આવતા રહે છે. અહેવાલ છે કે  વિક્કી કૌશલ અને કેટરિના કૈફ હવે તેમના સંબંધોને આગળ વધારવા માંગે છે અને અહેવાલ છે કે, કેટરિના અને  વિક્કી આ વર્ષે ડિસેમ્બર સુધીમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. જો કે, બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એક અહેવાલ અનુસાર, કપલ પહેલેથી જ તેમના લગ્ન સમારોહની તૈયારી કરી રહ્યું છે અને તેમના કપડાં સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે.

સૂત્રના જણાવ્યા અનુસાર, "તેમના ( વિક્કી-કેટરિના) લગ્નના કપડાં સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. તેઓ હાલમાં તેના માટે કપડાં પસંદ કરવાની પ્રક્રિયામાં છે. લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં થશે."

કરણ જોહરના કોફી વિથ કરણમાં સાથે આવ્યાં બાદ કેટરિના અને  વિક્કીની ડેટિંગની અફવાઓ તરત જ શરૂ થઈ હતી. શોમાં, જ્યારે કરણે ખુલાસો કર્યો કે કેટરિના કૈફ  વિક્કી સાથે કામ કરવા માંગે છે અને તેઓ એકસાથે સારા દેખાશે, ત્યારે `ઉરી` અભિનેતાએ બેહોશ થવાનુ નાટક કર્યુ હતું. 

આ દરમિયાન કેટરિના કૈફ તાજેતરમાં  વિક્કી કૌશલ અભિનીત `સરદાર ઉધમ`ની સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. ફિલ્મ જોયા બાદ કેટરીનાએ ઈન્સ્ટાગ્રામ પર  વિક્કીના કામની પ્રશંસા કરી હતી. ચાહકો હવે બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ભલે  વિક્કી કે કેટરિનાએ ક્યારેય જાહેરમાં એકબીજાને ડેટ કરવાનું સ્વીકાર્યું નથી. પરંતુ હર્ષવર્ધન કપૂરે ઝૂમ સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું, " વિક્કી અને કેટરિના સાથે છે, તે સાચું છે. શું હું આ કહેવાથી મુશ્કેલીમાં આવી જઈશ? મને ખબર નથી. મને લાગે છે કે તેઓ આ વિશે એકદમ ખુલ્લા છે." 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  વિક્કી કૌશલ મેઘના ગુલઝારની આગામી બાયોપિકમાં જોવા મળશે. ફિલ્મનું નામ સૈમ બહાદુર હશે. આ સિવાય અભિનેતા કોમેડી-ડ્રામા ‘મિસ્ટર લેલે’માં પણ દેખાશે. જો કેટરિનાની વાત કરીએ તો તાજેતરમાં જ તેની આગામી સ્પાય થ્રિલર `ટાઈગર 3` માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. 

27 October, 2021 05:52 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મારી નાખવાની ધમકી આપનારા સામે કંગનાએ FIR નોંધાવી ,જાણો સમગ્ર મામલો

અભિનેત્રી કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સમગ્ર કથા જણાવી છે, આ સાથે જ તેણીએ એફઆઈઆરની કોપી પણ શેર કરી છે.

30 November, 2021 04:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પરાગ અગ્રવાલ અને શ્રેયા ઘોષાલ વચ્ચે શું છે કનેક્શન? જુના ટ્વિટ્સ વાયરલ, જાણો

બૉલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે પણ સોશિયલ મીડિયામાં પર પરાગને અભિનંદન પાઠવ્યાં છે. તેવામાં યુઝર્સે શ્રેયા ઘોષાલનું પરાગ સાથે શું કનેક્શન તે શોધી કાઢ્યું છે અને શ્રેયા અને પરાગના 11 વર્ષ જુના ટ્વિટ્સને વાયરલ કર્યા છે.

30 November, 2021 03:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

‘પાની ભી ફેંકેગા તો હંસકે ફેંકેગા’

સલમાન ખાને તેની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘અંતિમ...’ના પાત્ર વિશે આવું કહ્યું

30 November, 2021 01:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK