ભારતમાં સફળતા મળ્યા બાદ થોડા જ દિવસોમાં ‘હક’ નેટફ્લિક્સ પાકિસ્તાન પર ટ્રેન્ડ થવા લાગી અને ઝડપથી ટૉપ પર પહોંચી ગઈ
‘હક’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં આવી ગઈ છે
યામી ગૌતમને લીડ રોલમાં ચમકાવતી ‘હક’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં આવી ગઈ છે. ૧૯૮૫ના ઐતિહાસિક શાહબાનો કેસ પરથી પ્રેરિત આ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે અને યામી ગૌતમે એમાં ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
ભારતમાં સફળતા મળ્યા બાદ થોડા જ દિવસોમાં ‘હક’ નેટફ્લિક્સ પાકિસ્તાન પર ટ્રેન્ડ થવા લાગી અને ઝડપથી ટૉપ પર પહોંચી ગઈ. પાકિસ્તાની અભિનેતાઓ, વકીલો, ઇન્ફ્લુએન્સર્સ અને સામાન્ય દર્શકોએ પણ સોશ્યલ મીડિયા પર ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયાઓ આપી અને ફિલ્મમાં ઇસ્લામિક કાયદા, તલાક અને મહિલાઓના અધિકારોને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે એ વાતની પ્રશંસા કરી છે.
ADVERTISEMENT
‘હક’ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પણ નાઇજીરિયામાં પણ ટ્રેન્ડિંગમાં છે. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ નેટફ્લિક્સ નાઇજીરિયા પર નંબર વન પર પહોંચી ગઈ છે. નોંધનીય વાત એ છે કે નાઇજીરિયામાં સ્ટ્રીમિંગ માર્કેટ ખૂબ સ્પર્ધાત્મક છે અને એમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટનું કૉમ્બિનેશન હોય છે, આમ છતાં ગયા અઠવાડિયે નાઇજીરિયાના નેટફ્લિક્સ ટૉપ 10માં ‘હક’, ‘બાહુબલી એપિક’ અને ‘અખંડા 2’ જેવી ત્રણ ભારતીય ફિલ્મોનો સમાવેશ થયો હતો.


