આ ફિલ્મ ૧૬ ઑક્ટોબરે દશેરા વીક-એન્ડના સમયે રિલીઝ થશે. જોકે આ ફિલ્મને સોલો રિલીઝ મળવાની નથી, કારણ કે એ જ સમયગાળામાં બૉલીવુડ અને સાઉથની બીજી મોટી ફિલ્મો પણ થિયેટરોમાં આવવાની છે.
દશેરા વખતે યામી ગૌતમ, રજનીકાંત અને રાજકુમાર રાવ વચ્ચે થશે બૉક્સ-ઑફિસ ટક્કર?
ગયા વર્ષે ‘હક’માં શાનદાર અભિનયથી દર્શકોને પ્રભાવિત કરનારી યામી ગૌતમની આગામી ફિલ્મનું નામ ‘નયી નવેલી’ છે. ફિલ્મના નિર્માતાઓએ બુધવારે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું મોશન પોસ્ટર શૅર કરીને જણાવ્યું હતું કે આ ફિલ્મ ૧૬ ઑક્ટોબરે દશેરા વીક-એન્ડના સમયે રિલીઝ થશે. જોકે આ ફિલ્મને સોલો રિલીઝ મળવાની નથી, કારણ કે એ જ સમયગાળામાં બૉલીવુડ અને સાઉથની બીજી મોટી ફિલ્મો પણ થિયેટરોમાં આવવાની છે.
દશેરા વીક-એન્ડમાં વધુ બે મોટી ફિલ્મો મોટા પડદા પર આવવાની છે. રજનીકાંતની મુખ્ય ભૂમિકાવાળી ‘જેલર 2’ ૧૫ ઑક્ટોબરે રિલીઝ થશે. ‘જેલર 2’ મૂળ તામિલ ફિલ્મ છે, પણ એને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. આ સિવાય રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર : ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’ પણ આ જ સમયગાળામાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
