Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સીન રેકૉર્ડ કરીને સોશ્યલ મીડિયા પર શૅર કરશો નહીં અને સ્પૉઇલર્સ જણાવશો નહીં

સીન રેકૉર્ડ કરીને સોશ્યલ મીડિયા પર શૅર કરશો નહીં અને સ્પૉઇલર્સ જણાવશો નહીં

Published : 27 August, 2026 12:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશે ટૉક્સિક રિલીઝ થતાં દર્શકોને કરી સ્પેશ્યલ અપીલ

યશ નવીન કુમાર ગૌડા

યશ નવીન કુમાર ગૌડા


યશની ફિલ્મ ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ આખરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં યશે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને દર્શકોને ખાસ વિનંતી કરી છે જે હવે ચર્ચામાં છે. 
યશે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દરેક ફ્રેમ, દરેક સીન અને દરેક નિર્ણય સાથે અમે આ દુનિયા બનાવી છે. આ એક એવો અનુભવ છે જે મોટા પડદા પર સૌ સાથે માણવા માટે સર્જાયો છે. દરેક ટેક્નિશ્યન, કલાકાર અને કસબીની ઇચ્છા છે કે દરેક દર્શકને એ જ અનુભવ મળે, જેના માટે અમે આ ફિલ્મ બનાવી છે. આ અનુભવ બીજા લોકો માટે પણ એવો જ રહેવા દો જેવો હોવો જોઈએ. થિયેટરમાં ફિલ્મ જોતી વખતે કોઈ સીન રેકૉર્ડ કરીને સોશ્યલ મીડિયા પર શૅર કરશો નહીં અને બીજાને ફિલ્મની વાર્તા કે સ્પૉઇલર્સ જણાવશો નહીં. બીજા દર્શકને પણ ટૉક્સિકની દુનિયાનો આનંદ એ જ રીતે માણવા દો જે રીતે તમે માણ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK