Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝીનત અમાને લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની આપી સલાહ

ઝીનત અમાને લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની આપી સલાહ

Published : 01 July, 2026 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝીનત અમાન પોતાની બોલ્ડ અને પ્રગતિશીલ વિચારસરણી માટે જાણીતી છે. ૭૪ વર્ષની ઝીનતે લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપ વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા

ઝીનત અમાન

ઝીનત અમાન


ઝીનત અમાન પોતાની બોલ્ડ અને પ્રગતિશીલ વિચારસરણી માટે જાણીતી છે. ૭૪ વર્ષની ઝીનતે લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપ વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઝીનતનું માનવું છે કે લગ્ન પહેલાં કપલે થોડો સમય લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહીને એકબીજાને સારી રીતે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઝીનતે લિવ-ઇન રિલેશનશિપ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આજના સમયમાં કંઈ પણ કાયમ રહેતું નથી. કાનૂની રીતે લગ્નના બંધનમાં બંધાતાં પહેલાં બન્ને પાત્રો વચ્ચે તાલમેલ છે કે નહીં એ જાણી લેવું જરૂરી છે. માનસિક અને ભાવનાત્મક રીતે તમે એકબીજા માટે યોગ્ય છો કે નહીં એ સમજવું જોઈએ. જો તમે સંતાનનું આયોજન કરી રહ્યા હો તો તેના ઉછેર વિશે બન્નેના વિચારો શું છે? પૈસા અને જવાબદારીઓ પ્રત્યેનો અભિગમ શું છે? જો બન્ને વચ્ચે કોઈ તાલમેલ જ ન હોય તો એવો સંબંધ શા માટે? ૧૫ વર્ષ દુઃખી જીવન જીવવા કરતાં પાંચ વર્ષ ખુશ રહીને જીવન જીવવું વધુ સારું છે. સમય સાથે સંબંધો બદલાય છે. સંબંધને મજબૂત રાખવા માટે સતત મહેનત કરવી પડે છે. સંબંધો હંમેશાં હનીમૂન-ફેઝમાં રહેશે એવી અપેક્ષા રાખવી ખોટી છે. સંબંધ ટકાવી રાખવા માટે સમાધાન કરવાની તૈયારી પણ હોવી જોઈએ. માત્ર રોમૅન્સ નહીં પણ પ્રતિબદ્ધતા જ લાંબા સંબંધનો આધાર બને છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK