આ ફિલ્મ ઇફોરયુ એન્ટરટેઇનમેન્ટની છે અને સાથે મલ્હાર અને પુજાનું પ્રોડક્શન હાઉસ પણ તેને પ્રોડ્યુસ કરી રહ્યું છે. સંદીપ પટેલ સાથે મલ્હારે અગાઉ સુપરહિટ આઇકોનિક ફિલ્મ `લવ ની ભવાઈ` (Love Ni Bhavai) કરી છે, જે આજે પણ લોકોની ફેવરિટ છે.
મલ્હાર અને પુજાએ રસપ્રદ રીતે પોતાના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી - તસવીર સૌજન્ય સોશ્યલ મીડિયા
ગુજરાતી સિનેમા (Dhollywood) નું મોસ્ટ પોપ્યુલર એ-લિસ્ટર પાવર કપલ એટલે મલ્હાર ઠાકર (Malhar Thakar) અને પૂજા જોશી (Puja Joshi). પડદા પર પોતાની કેમિસ્ટ્રીથી ધમાલ મચાવનાર આ જોડી રીઅલ લાઈફમાં પણ ફેન્સની ઓલ-ટાઇમ ફેવરિટ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં 28મી જૂનનું એક અનોખું અને મેજિકલ કનેક્શન છે? હા, મલ્હાર અને પૂજા બંનેનો જન્મદિવસ 28 જૂને જ આવે છે અને તેમના ચાહકોને આ વાત સ્વભાવિક રીતે ખબર છે. જો કે આ કપલની સૌથી ખાસ વાત એ છે કે તેઓ દર વર્ષે પોતાના બર્થ-ડે પર ફેન્સને કોઈને કોઈ મોટી સરપ્રાઈઝ અથવા ખાસ જાહેરાત અચૂક આપે છે.

ADVERTISEMENT
રિલેશનશિપથી લઈને કાફે સુધી: 28 જૂનનો સિલસિલો
આ સિલસિલો નવો નથી. અગાઉ બંનેએ પોતાના ઓફિશિયલ રિલેશનશિપની જાહેરાત પણ આ જ ખાસ દિવસે કરી હતી. ત્યાર બાદ લગ્નના બંધનમાં બંધાયા પછી જ્યારે તેમણે પોતાના નવા બિઝનેસ વેન્ચર `કૂફી કાફે` (Koofi Cafe) ની શરૂઆત કરી, ત્યારે તેની જાહેરાત માટે પણ 28મી જૂનની જ પસંદગી કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે, આ વર્ષે પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે 28મી જૂને આ જોડી વળી કયો નવો ધડાકો કરશે! તેમણે ધડકો કર્યો પણ ખરો.
View this post on Instagram
બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ LLP: પ્રોડ્યુસર્સ તરીકે નવી ઇનિંગ
ફેન્સની આતુરતાનો અંત લાવતા મલ્હાર અને પૂજાએ સોશ્યલ મીડિયા પર ખાસ અને મજેદાર વીડિયોઝ શેર કરીને પોતાના નવા પ્રોડક્શન હાઉસ `બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી` (Buddhipriyay Pictures LLP) ની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. વીડિયો શેર કરતા તેમણે વચન આપ્યું છે કે આ બેનર હેઠળ તેઓ ફેન્સ માટે `ધાંસુ, જોરદાર એપિક સ્ટોરીઝ અને મોટા મોટા પ્લોટ ટ્વિસ્ટ્સ` લઈને આવી રહ્યા છે.
View this post on Instagram
પહેલો ધડાકો: ડાયરેક્ટર સંદીપ પટેલની `ચટણી`
આ હોમ પ્રોડક્શન હાઉસની જાહેરાતની સાથે જ તેમણે પોતાની પહેલી ફિલ્મની એનાઉન્સમેન્ટ પણ કરી દીધી છે. `બુદ્ધિપ્રિય પિક્ચર્સ`ની પહેલી ફિલ્મનું નામ છે `ચટણી` (Chatni), જેનું નિર્દેશન ગુજરાતી સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર સંદીપ પટેલે કર્યું છે. આ ફિલ્મ ઇફોરયુ એન્ટરટેઇનમેન્ટની છે અને સાથે મલ્હાર અને પુજાનું પ્રોડક્શન હાઉસ પણ તેને પ્રોડ્યુસ કરી રહ્યું છે. સંદીપ પટેલ સાથે મલ્હારે અગાઉ સુપરહિટ આઇકોનિક ફિલ્મ `લવ ની ભવાઈ` (Love Ni Bhavai) કરી છે, જે આજે પણ લોકોની ફેવરિટ છે. આ સુપરહિટ ડાયરેક્ટર-એક્ટરની જોડી ફરી સાથે આવી રહી હોવાથી સિનેમાપ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ છે. મેકર્સના જણાવ્યા અનુસાર, ફિલ્મ `ચટણી` એ સ્વાદ, લાગણી અને ભરપૂર મનોરંજનનું અનોખું મિશ્રણ હશે. સૌથી મજાની વાત એ છે કે આ ફિલ્મમાં મલ્હાર અને પૂજા લગ્ન પછી પહેલીવાર ઓફિશિયલી ઓન-સ્ક્રીન જોડી તરીકે સાથે કામ કરતા જોવા મળશે, જેથી તેમની રીઅલ-લાઈફ કેમિસ્ટ્રીને થિયેટરમાં જોવાની મજા સાવ અલગ જ હશે. આ ફિલ્મ આગામી 18મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે ઓફ-સ્ક્રીન બિઝનેસ પાર્ટનર્સ બન્યા પછી આ એ-લિસ્ટર કપલ પ્રોડ્યુસર તરીકે બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે! બાય ધી વે પોસ્ટર પર મલ્હારના નામ પછી અટક નથી એ નોંધ્યું હશે. અને ચટણીનો સ્પેલિંગ બરાબર ગુજરાતી રાખ્યો છે, CHATANI. મલ્હાર અને પુજાને ઓલ ધી બેસ્ટ.
