Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરા માણી રહ્યા છે ફૂલગુલાબી ઠંડી

મુંબઈગરા માણી રહ્યા છે ફૂલગુલાબી ઠંડી

Published : 23 November, 2026 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં છેલ્લા બે દિવસથી મિનિમમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં છેલ્લા બે દિવસથી મિનિમમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે ૧૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ગઈ કાલે રવિવારે ૧૭.૨ ડિગ્રી તાપમાન હવામાન ખાતાની સાતાક્રુઝ ઑબ્ઝર્વેટરીમાં નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પવનની દિશા પલટાતાં અને ઉત્તરમાંથી વાતા ઠંડા પવનોને કારણે મુંબઈના મિનિમમ ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે ૩૦ નવેમ્બરે મુંબઈમાં ૧૫.૭ ડિગ્રી મિનિમમ તાપમાન નોંધાયું હતું. એથી શનિવારે નોંધાયેલું ૧૬.૨ ડિગ્રી ટેમ્પરેચર આ દસકાનો સૌથી બીજો ઠંડા દિવસ તરીકે નોંધાયો હતો. આમ છેલ્લા બે દિવસથી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાતાં મુંબઈગરાઓ તેમના મફલર અને સ્વેટર બહાર કાઢી રહ્યા હતા. 
જોકે સાંતાક્રુઝ અને કોલાબાના ટેમ્પરેચરમાં ખાસ્સો ફરક જોવા મળ્યો હતો. શનિવારે કોલાબામાં ૨૧.૮ જ્યારે રવિવારે ૨૨.૧ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું. ગઈ કાલે સૌથી ઓછું તાપમાન જળગાવમાં ૮ ડિગ્રી નોંધાયું હતું.
  હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી આવતા ચારથી પાંચ દિવસ સુધી દિવસના ટેમ્પરેચરમાં બહુ ઘટાડો જોવા નહીં મળે. તાપમાન ૩૦થી ૩૩ ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે કે રાતના ટેમ્પરેચરમાં થોડો વધારો જોવા મળશે અને એ બાવીસથી પચીસ ડિગ્રી સુધી રહી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK