આ મુલાકાત બદલ મુકેશ ખન્નાને સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મિનિએચર પ્રતિમા પણ યાદગીરી તરીકે આપવામાં આવી હતી.
મુકેશ ખન્ના
શક્તિમાન તરીકે ભારે લોકપ્રિયતા મેળવનાર મુકેશ ખન્નાએ હાલમાં ગુજરાતના કેવડિયામાં આવેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે મુલાકાત લીધી હતી. મુકેશ ખન્નાએ ભાવપૂર્વક તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને પ્રતિમા નીચે શક્તિમાનના પોઝમાં તસવીર પણ ક્લિક કરાવી હતી તેમ જ એની વ્યુઇંગ ગૅલરીમાં જઈને આસપાસનો નઝારો જોવાની મજા માણી હતી. આ મુલાકાત બદલ મુકેશ ખન્નાને સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મિનિએચર પ્રતિમા પણ યાદગીરી તરીકે આપવામાં આવી હતી.

