ફિલ્મમાંનાં ભજન અને શ્લોક મૂળ ભાષામાં જ રહેશે જેથી એનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો જળવાઈ રહેશે
ફિલ્મ ‘રામાયણ’ પોસ્ટર
હાલમાં નીતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘રામાયણ’ પર જોરશોરથી કામ ચાલી રહ્યું છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ અનેક ભૌગોલિક અને ભાષાકીય સીમાઓને પાર કરશે, કારણ કે આ ફિલ્મને જૅપનીઝ સહિત અનેક વિદેશી ભાષાઓમાં ડબ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મને વિદેશી ભાષાઓમાં ડબ કરવામાં આવશે, પણ ફિલ્મનાં ભજનો અને શ્લોક મૂળ ભાષામાં જ રહેશે જેથી એનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો જળવાઈ રહેશે.
‘રામાયણ’નું બજેટ ૪૦૦૦ કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. ફિલ્મના પ્રથમ ભાગનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. ‘રામાયણ’નો પ્રથમ ભાગ ૨૦૨૬ની દિવાળીમાં અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીમાં રિલીઝ થઈ શકે છે.

