ફિલ્મ ‘રોમિયો’માં તમન્ના ભાટિયાને એક મહત્ત્વના રોલમાં સાઇન કરવામાં આવી હોવાની ચર્ચા છે
શાહિદ કપૂર
શાહિદ કપૂરની ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ સાથેની આગામી ફિલ્મ ‘રોમિયો’માં તમન્ના ભાટિયાને એક મહત્ત્વના રોલમાં સાઇન કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ એક ઍક્શન-થ્રિલર છે અને એમાં તમન્ના મહત્ત્વનું પાત્ર નિભાવશે. આ ફિલ્મમાં તમન્ના સિવાય તૃપ્તિ ડિમરી અને દિશા પાટની પણ ખાસ ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મમાં શાહિદ અને તૃપ્તિ પહેલી વખત સાથે કામ કરશે અને બન્ને આ માટે ઉત્સાહિત છે. તમન્નાએ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને ફિલ્મ એના અંતિમ તબક્કામાં છે.
આ ફિલ્મનું નામ અગાઉ ‘અર્જુન ઉસ્તરા’ હતું. રિલીઝ પહેલાં ફિલ્મનું જોરદાર પ્રમોશન કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મ ૨૦૨૫ની ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

