Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૭૨ વર્ષના જૅકી ચૅનના મોતના વાઇરલ સમાચાર અફવા સાબિત થયા

૭૨ વર્ષના જૅકી ચૅનના મોતના વાઇરલ સમાચાર અફવા સાબિત થયા

Published : 30 September, 2026 10:35 AM | Modified : 30 September, 2026 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકી ચૅન દુનિયાભરમાં પોતાની ફિલ્મો અને જબરદસ્ત ઍક્શન માટે જાણીતા છે

જૅકી ચૅન

જૅકી ચૅન


સોશ્યલ મીડિયામાં ચર્ચા હતી કે ઍક્ટર, માર્શલ આર્ટિસ્ટ અને ફિલ્મમેકર એવા ૭૨ વર્ષના જૅકી ચૅનનું નિધન થયું છે. આ પછી ઘણા લોકોએ અભિનેતાની બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર સાથે ‘૧૯૫૪-૨૦૨૬’ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું. જોકે આ સમાચાર અફવા સાબિત થયા હતા.

જૅકી ચૅન દુનિયાભરમાં પોતાની ફિલ્મો અને જબરદસ્ત ઍક્શન માટે જાણીતા છે. તેમની ગ્લોબલ લોકપ્રિયતાને કારણે તેમના નિધનના ખોટા સમાચાર જોતજોતાંમાં સોશ્યલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા અને અમેરિકામાં આવી પોસ્ટ્સ ઝડપથી શૅર કરવામાં આવી હતી. આ પોસ્ટ્સને થોડા જ કલાકોમાં લાખો વ્યુઝ મળ્યા હતા. જોકે રિપોર્ટ્સ અને ફૅક્ટ-ચેક મુજબ જૅકી ચૅનના નિધનની ખબર માત્ર અફવા છે અને જૅકી ચૅન પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK