Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાનનો ભાઈ ફૈસલ ખાન બનશે બિગ બૉસ 20નો હિસ્સો?

આમિર ખાનનો ભાઈ ફૈસલ ખાન બનશે બિગ બૉસ 20નો હિસ્સો?

Published : 30 August, 2026 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાનના ભાઈ ફૈસલ ખાનની ‘બિગ બૉસ 20’માં એન્ટ્રીની ચર્ચા છે. અગાઉ ‘બિગ બૉસ 16’ની ઑફર ઠુકરાવનાર ફૈસલ આ વખતે શોમાં જોડાય છે તો આ તેનો પહેલો રિયલિટી ટીવી શો હશે.

આમિર ખાનનો ભાઈ ફૈસલ ખાન બનશે બિગ બૉસ 20નો હિસ્સો?

આમિર ખાનનો ભાઈ ફૈસલ ખાન બનશે બિગ બૉસ 20નો હિસ્સો?


આમિર ખાનનો ભાઈ ફૈસલ ખાન ટૂંક સમયમાં રિયલિટી શો ‘બિગ બૉસ 20’નો હિસ્સો બનશે એવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ આ શોનું પ્રીમિયર ૬ સપ્ટેમ્બરથી થવાનું છે અને જો ફૈસલની એન્ટ્રી સત્તાવાર રીતે થાય તો તે સીઝનના સૌથી ચર્ચિત સ્પર્ધકોમાંથી એક બની શકે છે. મળતી માહિતી પ્રમાણે શોના હોસ્ટ સલમાન ખાન અને આમિર વચ્ચે સારો સંબંધ છે. બીજી તરફ ફૈસલ પણ ભૂતકાળમાં પોતાના આમિર સાથેના સંબંધોને લઈને વિવાદમાં રહ્યો છે. 
હકીકતમાં ફૈસલનો ૨૦૨૨માં ‘બિગ બૉસ 16’ માટે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેણે એ સમયે શોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. જો આ વખતે તે શોમાં જોડાય છે તો એ તેનો પહેલો રિયલિટી ટીવી શો હશે. 
૨૦૨૫માં ફૈસલે જાહેરમાં દાવો કર્યો હતો કે તેણે આમિર અને પરિવારના અન્ય સભ્યો સાથે સંબંધ તોડી દીધા છે. જોકે આ વર્ષની શરૂઆતમાં ફૈસલનો સૂર બદલાયો હતો. પરિવાર વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા બાદ તેણે જાહેરમાં માફી માગી હતી અને સ્વીકાર્યું હતું કે તેને આમિર વિશે દુખ પહોંચાડે એવી વાતો કરવાનો અફસોસ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK