Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મને મમ્મી બનવાની ઇચ્છા જ નથી થતી અને જિંદગીભર ચાઇલ્ડ-ફ્રી રહેવા ઇચ્છું છું

મને મમ્મી બનવાની ઇચ્છા જ નથી થતી અને જિંદગીભર ચાઇલ્ડ-ફ્રી રહેવા ઇચ્છું છું

Published : 01 July, 2026 10:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્ના સાથેનું લગ્નજીવન તૂટવા માટે આ વાતને મહત્ત્વનું કારણ ગણાવ્યું

 ઍક્ટ્રેસ આકાંક્ષા ચમોલા

ઍક્ટ્રેસ આકાંક્ષા ચમોલા


ટીવી-ઍક્ટર ગૌરવ ખન્નાની પત્ની અને ઍક્ટ્રેસ આકાંક્ષા ચમોલા રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝનમાં પોતાના જીવન સાથે જોડાયેલાં અનેક રહસ્યો જાહેર કરી રહી છે. તાજેતરમાં તેણે મમ્મી ન બનવાના પોતાના નિર્ણય વિશે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આ જ કારણસર તેનું અને ગૌરવ ખન્નાનું લગ્નજીવન તૂટી ગયું છે. આકાંક્ષાએ શોમાં એમ પણ કહ્યું હતું કે તે અને ગૌરવ છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યાં છે અને બન્નેના છૂટાછેડા થવાના છે.

આકાંક્ષા શોના અન્ય સ્પર્ધકો શ્રેયા કાલરા અને સૂફી મોતીવાલા સાથે પોતાના ડિવૉર્સ વિશે વાત કરી રહી હતી અને કહ્યું હતું કે ‘ગૌરવને બાળક જોઈએ છે, પણ હું તેને બાળક આપી શકું તેમ નથી. મેં ઘણા સમય પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે મારી અંદર મમ્મી બનવાની કે પછી માતૃત્વની લાગણી નથી. જ્યારે મને સમજાયું કે હું આ માટે બની જ નથી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું મમ્મી નહીં બનું. જ્યારે મારા અને ગૌરવના લગ્ન થયાં હતાં ત્યારે જ મેં તેને સ્પષ્ટ કહી દીધું હતું કે હું મમ્મી બનવા માગતી નથી. એ સમયે તે પણ મારી વાત સાથે સહમત થયો હતો. જોકે ત્યારે મારા મનમાં એવું હતું કે જ્યારે સમય આવશે ત્યારે આ બાબત વિશે ફરી વિચાર કરીશું, પણ ધીમે-ધીમે મને સમજાયું કે હું આખું જીવન મમ્મી બનવા જ નથી ઇચ્છતી. આ સાથે જ મને ઘણી વખત એવો અહેસાસ પણ થયો કે ગૌરવના મનમાં બાળકની ઇચ્છા હતી. ‘બિગ બૉસ’ દરમ્યાન પણ મેં તેને ઘણી વખત બાળકની ઇચ્છા વ્યક્ત કરતો જોયો હતો. ત્યારે મને લાગતું હતું કે હું તેની ખુશી શા માટે છીનવી લઉં? તેને પણ સંપૂર્ણ અધિકાર છે કે તેને જીવનમાં જે જોઈએ એ મળે. મેં ગૌરવને એ પણ કહી દીધું હતું કે જો તે મને છોડવા માગતો હોય તો તે એ નિર્ણય લઈ શકે છે. હું જિંદગીભર ‘ચાઇલ્ડ-ફ્રી’ રહેવા ઇચ્છું છું. મને અડૉપ્શનથી પણ બાળકની જવાબદારી લેવામાં રસ નથી અને હું સંપૂર્ણપણે સ્વતંત્ર રહેવા ઇચ્છું છું.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK