તેણે ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ ‘અખિલ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી
અખિલ અકિનેની
અખિલ અકિનેનીનું કહેવું છે કે જો સલામત પ્રોજેક્ટ્સમાં કામ કરવાથી એક કલાકાર તરીકે સમાધાન કરવું પડે છે. તેણે ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ ‘અખિલ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘હેલો’ અને ‘મિસ્ટર મજનુ’માં કામ કર્યું હતું. પાંચ વર્ષની કરીઅરમાં તેણે ખૂબ સફળતા મેળવી છે. એ વિશે અખિલે કહ્યું હતું કે ‘દરેક વસ્તુને સમય લાગે છે. કોઈ વસ્તુ તરફ તમે દુર્લક્ષ ન કરી શકો. તમારે જે કામ કરવું હોય એની સાથે તમારે સ્ટ્રૉન્ગ અને સ્પષ્ટ રહેવું પડે છે. મારે કેવા પ્રકારનો ઍક્ટર બનવું છે એ બદલ મારે સ્પષ્ટતા રાખવી જરૂરી છે. હું કોઈ એવા પ્રોજેક્ટ્સ નથી લેતો જે મને સલામત લાગે. હું સુરક્ષા તરફ ધ્યાન નથી આપતો. મારા કામમાં હું પ્રામાણિકતા જોઉં છું. હું જે કામ કરું એના પર ભરોસો રાખું છું. આ જ કારણસર સ્ક્રીન પર જાદુ રેલાઈ જાય છે.’
સલામત પ્રોજેક્ટ વિશે અખિલે કહ્યું કે ‘એ કોઈ અતિશય ઇન્ટેન્સ, ઑફ-બીટ પાત્રો ન હોવાં જોઈએ. તમારે એવાં કામ કરવાં જોઈએ જે તમારી સાથે કનેક્ટ થઈ શકે. હું જે પણ કામ કરું મારે એમાં પ્રામાણિક રહેવાની જરૂર છે. એ કદાચ કમર્શિય પણ હોઈ શકે, પરંતુ મને એમાં ભરોસો બેસવો જોઈએ. જો તમે સલામતી જોતા હો તો તમારે એક ઍક્ટર તરીકે સમાધાન કરવું પડશે. તમારે થોડામાં જ સંતુષ્ટ થવું પડશે. જો તમે ખરા અર્થમાં તમારું દિલ અને આત્મા કોઈ કામમાં પૂરી દેશો તો તમને જાદુ નિર્માણ કરવાની તક મળશે.’

