Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમર ઉપાધ્યાય રિયલિટી શો અલાયન્સની બીજી સીઝનમાં જોવા મળશે

અમર ઉપાધ્યાય રિયલિટી શો અલાયન્સની બીજી સીઝનમાં જોવા મળશે

Published : 28 November, 2026 04:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નવી સીઝન ૨૦૨૭ની ૧૪ જાન્યુઆરીએ પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થવાની છે.

અમર ઉપાધ્યાય

અમર ઉપાધ્યાય


‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં મિહિર વીરાણીની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલો અમર ઉપાધ્યાય હવે રિયલિટી ટીવી-શો ‘અલાયન્સ’ની બીજી સીઝનમાં જોવા મળશે એવા રિપોર્ટ છે. આ નવી સીઝન ૨૦૨૭ની ૧૪ જાન્યુઆરીએ પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થવાની છે. જોકે શોના નિર્માતાઓ કે અમર ઉપાધ્યાયે હજી સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. કુણાલ ખેમુ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ‘અલાયન્સ’ની પહેલી સીઝન ૨૦૨૬ની ૨૬ જૂને પ્રાઇમ વિડિયો પર શરૂ થઈ હતી. એમાં ૬ અઠવાડિયાં સુધી વિવિધ પડકારો વચ્ચે મિની માથુર વિજેતા બની હતી. વિજેતા તરીકે તેને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. અમર અગાઉ બે રિયલિટી શોમાં ભાગ લઈ ચૂક્યો છે. ૨૦૧૧માં ‘બિગ બૉસ 5’થી તેણે રિયલિટી ટીવી-શોમાં પ્રવેશ કર્યો હતો. આ શોમાં તે ચોથા રનર-અપ તરીકે રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૩માં તે રામ કપૂરે હોસ્ટ કરેલા સેલિબ્રિટી કુકિંગ અને હોસ્ટિંગ રિયલિટી શો ‘વેલકમ - બાઝી મેહમાનનવાઝી કી’માં જોવા મળ્યો હતો. આ શોમાં સ્પર્ધકોની રસોઈ બનાવવાની આવડત અને મહેમાનોની આગતા-સ્વાગતા કરવાની ક્ષમતા ચકાસવામાં આવતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK