કૌન બનેગા કરોડપતિમાં દિવંગત માતાનો સંદેશ સાંભળીને અમિતાભ બચ્ચનની આંખમાં આવી ગયાં હતાં ઝળઝળિયાં
અમિતાભ બચ્ચન
આજે અમિતાભ બચ્ચનની ૮૩મી વર્ષગાંઠ છે અને તેઓ આના આગલા દિવસે પ્રસારિત થયેલા ‘કૌન બનેગા કરોડપતિ’ના વિશેષ એપિસોડમાં દિવંગત માતા તેજી બચ્ચનના સ્વરમાં તેમનો ખાસ સંદેશ સાંભળીને ઇમોશનલ થઈ ગયા હતા અને તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.
ADVERTISEMENT
ઑડિયો-ક્લિપમાં તેજી બચ્ચને કહ્યું હતું કે ‘હું અત્યંત નસીબદાર છું. હવે જ્યાં જાઉં છું ત્યાં લોકો મારા દીકરાને કારણે મને ઘણો સ્નેહ અને પ્રેમ આપે છે. એક મા જીવનમાં આના કરતાં વધુ સુખ ક્યારેય ન અનુભવી શકે.’
શોમાં માતાનો સંદેશ સાંભળીને અમિતાભની આંખો ભીની થઈ ગઈ હતી અને આખું વાતાવરણ ભાવુક બની ગયું હતું.

