° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


Anupamaa : અનુજ કપાડિયા ઉર્ફ ગૌરવ ખન્નાની શાયરીઓ તમારું મન મોહી લે છે કે નહીં?

24 September, 2021 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટાર પ્લસના નંબર વન શો ‘અનુપમા’માં થોડાક સમય પહેલા જ નવા પાત્ર અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ છે અને તે વારંવાર શાયરીઓ બોલતો હોય છે

‘અનુપમા’માં રુપાલી ગાંગુલી (અનુપમા) અને ગૌરવ ખન્ના (અનુજ કપાડિયા)

‘અનુપમા’માં રુપાલી ગાંગુલી (અનુપમા) અને ગૌરવ ખન્ના (અનુજ કપાડિયા)

દરેક ડ્રોઇંગરૂમમાં આજકાલ જો કોઈ ટીવી સિરિયલની ચર્ચા થતી હોય તો તે છે સ્ટાર પ્લસના નંબર વન શો ‘અનુપમા’ની. આ સિરિયલ ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (TRP)માં ટોપ ફાઇવમાં જ હોય છે. સિરિયલમાં હાલમાં જ ટીવી અભિનેતા ગૌરવ ખન્ના (Gaurav Khanna)ની એન્ટ્રી થઈ છે. સિરિયલમાં તે એક સફળ બિઝનેસમેન અનુજ કપાડિયા (Anuj Kapadia)નો રોલ ભજવી રહ્યો છે.

સિરિયલમાં અનુજ તથા મુખ્ય પાત્ર અનુપમા કોલેજમાં સાથે હતા. કોલેજ સમયથી અનુજને અનુપમા પર ક્રશ હોય છે અને તે તેને હજી પણ એક તરફી પ્રેમ કરે છે. અનુજનો એકતરફી પ્રેમ હજુ અનુપમાને ખબર નથી. પરંતુ તેનો એક તરફી પ્રેમ ચોક્કસપણે એવી સંભાવના દર્શાવે છે કે અનુપમાના જીવનમાં ફરી પ્રેમનું પષ્પ ખિલવાનું છે. હવે સિરિયલમાં અનુજ તથા અનુપમાની લવ સ્ટોરીનો પ્લોટ શરૂ થવાનો છે.

આપણે બધા જાણીએ છીએ કે અનુજનું વ્યક્તિત્વ એકદમ અલગ છે અને તે અવારનવાર શાયરીઓ બોલતો જોવા મળે છે. જોકે તેની શાયરીઓ ઘણા લોકો સમજી શકતા નથી. ખાસ કરીને અનુપમા.

ગૌરવ ખન્ના ઉર્ફે અનુજ કપાડિયાની શાયરીઓ આજકાલ પ્રેક્ષકોમાં ભારે હિટ છે અને તે ટ્રેન્ડમાં પણ છે. તો ચાલો અનુજે શોમાં સંભાળાવેલી કેટલીક સુંદર શાયરીઓ પર એક નજર કરીએ...

“ફિસ સે ધોખા દેગી શાયદ શક હૈ હમે ઝિંદગી પર,

ઈશ્ક પર હક હૈ હમેં, ઉન્હેં હક હૈ ઝિંદગી પર.”

 

“વો રાહ કહી પે હૈ હી નહીં,

ઉસ રાહ સે રોઝ ગુઝરતા હૈ!

દિલ ઉમ્મીદ સે ડરતા હૈ,

ના જાને ફિર ઉમ્મિદ ક્યોં કરતા હૈ!”

 

“આસમાનસે એક ટુકડા હમને ચુરા તકદીર લી,

સબકી નઝરો સે છુપા તસવીર કી તસવીર લી.”

 

“આના-જાના સબ કિસ્મત હૈ,

ખોના-પાના સબ કિસ્મત હૈ,

સબસે ગહેરા દર્દ હૈ દિલકા ઠિકાના,

યે ભી તો સબ કિસ્મત હૈ.”

 

 “૨૬ સાલ સે વક્ત મેં ગુલાબ બંધ, ઈશ્કકી કિતાબ બંધ,

હમને કબકા કર દિયા ઈસ દર્દકા હિસાબ બંધ.”

 

“ફિરસે ઉસકો સુનના અબ મેરી ઝરુરત હો ગયા,

તુને લિયા તો નામ મેરા ઔર ભી ખુબસુરત હોય ગયા.”

 

“કરમ બી અજીબસે હૈ ઝમાને મે,

આખિર વો આ હી ગયે હમારે ઈસ ગરીબ ખાને મેં.”

 

“જો સબસે પીછે થા, વો અવ્વલ હો ગાય હૈ,

લગ રહા થા કિસ્સા આધા, અબ મુક્કમલ હો ગયા હૈ.”

 

“ખ્વાબોમેં એક શહેર હૈ, પર આબાદ નહીં હૈ,

તુમ યાદ હો હમેં, તુમ્હે હમ યાદ નહીં હૈ.”

અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્નાની શાયરીઓની આ તો માત્ર ઝલક છે. તે શોમાં વારંવાર શાયરીઓ બોલતો જ હોય છે. અનુજની શાયરીઓ ભલે અનુપમા ન સમજતી હોય પણ એમાં તેનો પ્રેમ ભરી-ભરીને છલકાય છે. તાજેતરમાં શોમાં એન્ટ્રી કરેલ અનુજના પાત્રએ બહુ લોકપ્રિયતા મેળવી છે. હવે આગળ બન્ને વચ્ચે પ્રેમ થાય છે કે પછી બીજું કંઈ તે જોવાનું રહ્યું.

આ પણ જુઓ : ગુજરાતી સંસ્કૃતિ અને રિવાજોને સ્ક્રિન પર ઉજાગર કર્યા છે આ હિન્દી સિરિયલોએ

તમને જણાવી દઈએ કે, ગૌરવ ખન્ના લોકપ્રિય ટીવી અભિનેતા છે. તેણે અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે કારકિર્દિની શરુઆત ટીવી સિરિયલ ‘ભાભી’થી કરી હતી. ત્યારબાદ તે ‘ચંદ્રગુપ્ત મૌર્ય’, ‘કયામત’, ‘સિંદૂર તેરે નામ કા’, ‘જીવન સાથી’ તથા ‘ઉતરન’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરી ચૂક્યો છે.

24 September, 2021 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

રાહુલ વૈદ્યના ગરબે કી રાત ગીતનો કિર્તીદાન અને રાજભાએ કર્યો વિરોધ, કહ્યું કે..

રાહુલ વૈદ્યના ગરબી ગીતનો કિર્તીદાન સહિતના કલાકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગીતને લઈ રાહુલ વૈદ્યને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે.

15 October, 2021 02:42 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

અનુ મલિક નામ કોણે પાડ્યું હતું?

મારી મમ્મી પણ ત્યાં જ હતી. આશાજીએ એવું કહ્યું હતું એથી મારી મમ્મીએ પણ કહ્યું હતું કે તેઓ મને અનુ કહીને જ બોલાવશે. એ દિવસથી દરેક વ્યક્તિ માટે મારું નામ અનુ મલિક પડી ગયું હતું.

14 October, 2021 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મે મને સિક્યૉર ઍક્ટર બનાવ્યો છે : સાકિબ સલીમ

હું લોભી છું, મને કામની ઇચ્છા હોય છે. પછી ભલે તમે મને થિયેટર્સમાં, લૅપટૉપ કે પછી મોબાઇલની સ્ક્રીનમાં જુઓ, એ તમારી મરજી છે. હું તો માત્ર ઇન્ટરેસ્ટિંગ પાત્રો ભજવવા માટે મારી જાતને આગળ ધપાવતો રહું છું.

14 October, 2021 06:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK