એક ઍક્ટર તરીકે તમારા ચોક્કસ પાત્રની સાઇકોલૉજી, એના પૉલિટિક્સ અને દૃષ્ટિકોણ અપનાવવાનાં હોય છે. એક કલાકારે કામ દરમ્યાન આવતી વિચારધારાને આવકાર આપવો જોઈએ.’
પ્રકાશ ઝા
પ્રકાશ ઝાનું કહેવું છે કે આર્ટિસ્ટ્સે પૉલિટિક્સના તેમના પર્સનલ વ્યુને બાજુએ રાખવા જોઈએ. તેમનું માનવું છે કે કલાકારોએ કંઈક નવું શીખવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. તેમને પૂછવામાં આવ્યું હતું કે કળા માટે પૉલિટિકલ હોવું કેટલું જરૂરી છે? એનો જવાબ આપતાં પ્રકાશ ઝાએ કહ્યું કે ‘મારું માનવું છે કે કલાકાર જ્યારે પણ કંઈક કળા ઘડવા માટે બેસે છે તો તેમણે પૉલિટિક્સના પર્સનલ વ્યુ અને વર્લ્ડ વ્યુને સાઇડમાં રાખવા જોઈએ. એક ઍક્ટર તરીકે તમારા ચોક્કસ પાત્રની સાઇકોલૉજી, એના પૉલિટિક્સ અને દૃષ્ટિકોણ અપનાવવાનાં હોય છે. એક કલાકારે કામ દરમ્યાન આવતી વિચારધારાને આવકાર આપવો જોઈએ.’

