કેટલાક લોકોના આવા આરોપનો સ્ટાર કૉમેડિયને આપ્યો જડબાતોડ જવાબ
કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ તાજેતરમાં બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
કૉમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા, દીકરા લક્ષ્ય તેમ જ પરિવારના અન્ય સભ્યો સાથે હાલ સ્વિટ્ઝરલૅન્ડમાં વેકેશનની મજા માણી રહી છે. ભારતીએ આ વેકેશન ગાળતી વખતે તેની બીજી પ્રેગ્નન્સીની સોશ્યલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી જાહેરાત કરી દીધી છે. ભારતીની આ જાહેરાત પછી કેટલાક લોકો જાતજાતની ચર્ચા કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે કે ભારતી સિંહે સ્વિટ્ઝરલૅન્ડ જઈને ગર્ભના બાળકની જાતિ જાણી લીધી છે.
પોતાના વિશે થઈ રહેલી આવી ચર્ચા વિશે ભારતીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘કેટલાક લોકો કહે છે કે આ લોકો ભારતની બહાર ગયા છે અને ત્યાં બાળકની જાતિ ચેક કરાવી લીધી છે. એવું બિલકુલ નથી. હું કાયદા વિરુદ્ધ ક્યારેય નથી જતી અને અમારે ચેક કરાવીને કરવાનું શું? અમારી પાસે ભગવાને આપેલું બધું છે. હું અને હર્ષ સારું કામ કરી રહ્યાં છીએ. ભગવાન અમને દીકરો કે દીકરી જે આપશે એનો અમે પૂરો આદર કરીશું. ઉપરવાળો જે આપવાનો હશે એ આપશે. હું જાણું છું કે જે લોકો મને પ્રેમ કરે છે તેઓ સમજી શકશે.’
ADVERTISEMENT
ભારતીના પતિ હર્ષે પણ બાળકના જેન્ડર વિશે કહ્યું છે કે ‘બીજા બાળકના જેન્ડરને જાણીને અમે એક્સાઇટમેન્ટને ઓછી કરવા નથી માગતાં. અમે આ સસ્પેન્સને આનંદ માણવાનું પસંદ કરીશું.’

