Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મુંબઈ: રામ મંદિર સ્ટેશન પર રાત્રે 1 વાગ્યે કરાવી મહિલાની ડિલિવરી, મા અને બાળક બન્ને સુરક્ષિત

મુંબઈ: રામ મંદિર સ્ટેશન પર રાત્રે 1 વાગ્યે કરાવી મહિલાની ડિલિવરી, મા અને બાળક બન્ને સુરક્ષિત

Published : 16 October, 2025 02:58 PM | Modified : 16 October, 2025 03:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વીડિયોમાં તે વ્યક્તિ પોતે કહેતો જોવા મળે છે, "આ મારા જીવનમાં પહેલી વાર છે... હું ખૂબ ડરી ગયો હતો, પરંતુ ડૉક્ટર મેડમે મને વીડિયો કૉલ દ્વારા શું કરવું તે કહ્યું." હકીકતમાં, ઘટનાસ્થળે હાજર લોકોએ ઘણા ડૉક્ટરોને ફોન કર્યા, પરંતુ એમ્બ્યુલન્સ મોડી પડી.

રામ મંદિર રેલવે સ્ટેશન પર મહિલાની ડિલિવરી કરાવી આ વ્યક્તિએ

રામ મંદિર રેલવે સ્ટેશન પર મહિલાની ડિલિવરી કરાવી આ વ્યક્તિએ


મુંબઈના રામ મંદિર રેલવે સ્ટેશન પર ગઈ કાલે મોડી રાત્રે બનેલી એક ઘટનાની જોરદાર ચર્ચા થઈ રહી છે. રેલવે સ્ટેશન પર લગભગ 1 વાગ્યાની આસપાસ, એક મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડી હતી, જેને લીધે લોકલ ટ્રેનમાં અંધાધૂંધી મચી ગઈ, અને કોઈને ખબર નહોતી કે શું કરવું. પછી, ભીડમાંથી એક માણસ આગળ આવ્યો અને કોઈ તબીબી અનુભવ ન હોવા છતાં, હિંમતભેર મહિલાનો જીવ અને તેના બાળકની ડિલિવરી કરાવી બન્નેને બચાવી લીધા.

"તે ક્ષણે, એવું લાગ્યું કે ભગવાને પોતે તેને મોકલ્યો છે...":  મહિલાએ કહ્યું



ઘટનાના સાક્ષી મનજીત ઢિલ્લોએ સોશિયલ મીડિયા પર આ આખી વીડિયો શૅર કર્યો છે. તેણે લખ્યું, "તે ક્ષણે, એવું લાગ્યું કે ભગવાને પોતે આ ભાઈને ત્યાં મોકલ્યો છે." મળતી માહિતી મુજબ મહિલા ગંભીર હાલતમાં હતી. બાળક અડધું બહાર નીકળી ગયું હતું, પરંતુ તે માણસે તરત જ ટ્રેનની ઇમરજન્સી ચેઇન ખેંચીને ટ્રેન રોકી અને મદદ કરી. તે ગભરાઈ ગયો હતો, પરંતુ તેના હૃદયમાં એક જ વિચાર હતો કે "મારે કોઈક રીતે આ માતા અને બાળકનો જીવ બચાવવો પડશે."


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


વીડિયો કૉલ દ્વારા ડૉક્ટર પાસેથી મદદ લઈ કરવી ડિલિવરી

વીડિયોમાં તે વ્યક્તિ પોતે કહેતો જોવા મળે છે, "આ મારા જીવનમાં પહેલી વાર છે... હું ખૂબ ડરી ગયો હતો, પરંતુ ડૉક્ટર મેડમે મને વીડિયો કૉલ દ્વારા શું કરવું તે કહ્યું." હકીકતમાં, ઘટનાસ્થળે હાજર લોકોએ ઘણા ડૉક્ટરોને ફોન કર્યા, પરંતુ એમ્બ્યુલન્સ મોડી પડી. અંતે, એક મહિલા ડૉક્ટરે વીડિયો કૉલ દ્વારા આખી પ્રક્રિયા સમજાવી, અને તેમના માર્ગદર્શન હેઠળ, ડિલિવરી સફળ રહી અને માતા અને બાળકનો જીવ બચ્યો.

હૉસ્પિટલે શા માટે ના પાડી?

સાક્ષીઓના જણાવ્યા મુજબ, મહિલાને શરૂઆતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેઓએ મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ `ચમત્કાર` થયો ત્યારે પરિવાર લાચાર બની તેને ટ્રેનમાં પાછો લઈ જઈ રહ્યો હતો ત્યારે આ ચમત્કાર થયો. મનજીતે લખ્યું, "જો તે માણસ ત્યાં ન હોત, તો તે માતા અને બાળક બન્ને મૃત્યુ પામ્યા હોત." ત્યારબાદ લોકોએ માતા અને બાળકને હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે, એવા સમાચાર મળી રહ્યા છે. `રિયલ હીરો` સોશિયલ મીડિયા પર વાયરલ થયો વાયરલ. વીડિયો વાયરલ થતાં જ લોકો રડી પડ્યા. એક યુઝરે લખ્યું, "આજકાલ આવા સારા લોકો મળવા દુર્લભ છે." બીજાએ લખ્યું, "હીરો એ છે જે યોગ્ય સમયે માનવતા બતાવે છે." ઘટના જાણીને સોશિયલ મીડિયા પર બધા જ યુઝર્સ માતા અને બાળકનો જીવ બચાવનાર વ્યક્તિના વખાણ કરી તેને સલામ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2025 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK