અહીં શીખો ડ્રાયફ્રૂટ બાસ્કેટ અને ફીણિયા લાડુ
ડ્રાયફ્રૂટ બાસ્કેટ, ફીણિયા લાડુ
ડ્રાયફ્રૂટ બાસ્કેટ
સામગ્રી : ૧૦૦ ગ્રામ ખજૂર (ટુકડા), ૧૦૦ ગ્રામ અંજીર (ટુકડા), ૧૦૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રૂટ, ૧૦૦ ગ્રામ ડાર્ક ચૉકલેટ સ્લૅબ.
રીત : અંજીરને પલાળવાં. ખજૂર-અંજીર અને ડ્રાયફ્રૂટને ઘીમાં શેકીને મિક્સરમાં મિક્સ કરવું. નાના-નાના ગોળા વાળી વચ્ચે ખાડો કરવો. એમાં મેલ્ટ થયેલી ચૉકલેટ નાખવી. એના પર બદામની કતરી નાખવી. શુગર-ફ્રી સ્વીટ તૈયાર.
ADVERTISEMENT
ફીણિયા લાડુ
સામગ્રી : ૪ વાટકી ઘઉંનો લોટ, અઢી વાટકી સાકર (પીસેલી), ૧ વાટકી ઘી, એલચી
ધાબા માટે : ૧ વાટકો ઘી, અડધી વાટકી દૂધ.
રીત - લોટમાં ઘી ને દૂધ નાખી ધાબો આપવો. અડધો કલાક રહીને મિક્સરમાં મિક્સ કરીને પછી સહેજ લોયામાં શેકી લેવું. ગુલાબી રંગનું થાય એટલે ગૅસ બંધ કરવો. અઢી વાટકો સાકર અને ૧ વાટકી ઘીને હાથથી હલાવવું એકદમ મિક્સ થાય એટલે શેકેલા લોટને સ્વાદ અનુસાર એલચી નાખી લાડુ વાળવા.
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)

