Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પારસ છાબરા પાસેથી મને ક્લોઝર નથી મળ્યું : આકાંક્ષા પુરી

પારસ છાબરા પાસેથી મને ક્લોઝર નથી મળ્યું : આકાંક્ષા પુરી

Published : 28 June, 2023 04:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આકાંશા પુરી હાલમાં ઘરના સ્પર્ધક જૅડ હડિડ સાથે નિકટ આવી રહી છે

આકાંક્ષા પુરી

આકાંક્ષા પુરી


આકાંક્ષા પુરીનું કહેવું છે કે તેના એક્સ-બૉયફ્રેન્ડ પારસ છાબરા પાસેથી તેને હજી સુધી ક્લોઝર નથી મળ્યું. તે ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળી રહી છે. આકાંશા પુરી હાલમાં ઘરના સ્પર્ધક જૅડ હડિડ સાથે નિકટ આવી રહી છે. જોકે દર્શકો કહી રહ્યા છે કે તેમની વચ્ચેનો બૉન્ડ કૅમેરા માટે છે. સલમાને પણ તેને જૅડ હડિડ અને બેબિકા ધુર્વે વિશે ખોટી વાતો ફેલાવવા માટે અટકાવી હતી. આકાંક્ષાએ અવિનાશ સચદેવને કહ્યું હતું કે તે કેવી રીતે જૅડ સાથે અનકમ્ફર્ટેબલ​ ફીલ કરે છે. આ વિશે સલમાને તેને ઘણું સંભ‍ળાવ્યું હતું. અગાઉની પણ ઘણી સીઝનમાં આકાંશાનું નામ ઘણી વાર ચર્ચામાં રહ્યું હતું. આ ચર્ચામાં રહેવાનું કારણ પારસ છાબરા હતો. આ વિશે વાત કરતાં આકાંક્ષાએ કહ્યું કે ‘આ શો પર જ મારો એક પાસ્ટ રહ્યો છે. હું એ શોમાં સ્પર્ધક નહોતી. જોકે હું એ સમયે જેની સાથે રિલેશનશિપમાં હતી એ સ્પર્ધક હતો. અમારું બ્રેકઅપ નહોતું થયું. તે ત્યારે શો પર આવ્યો ત્યારે તેને પહેલા દિવસથી કોઈ પસંદ આવી ગયું હતું અને મને ક્યારેય ક્લોઝર નહોતું મળ્યું. જોકે તેણે એવું કેટલુંક કહ્યું જે મને ડિસરિસ્પેક્ટફુલ લાગતું હતું. તેણે નૅશનલ ટીવી પર જે કહ્યું એ નહોતું કહેવું જોઈતું. તે દિવસથી આજ સુધી હું રિલેશનશિપમાં નથી રહી, કારણ કે મને લાગે છે કે મારી રિલેશનશિપ ટીવી પર ઇશ્યુ બની જશે.’


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2023 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK