કાજુનો ચહેરો બતાવ્યા બાદ આખા પરિવારે સાથે બેસીને ભોજન કર્યું હતું અને આ ખુશીની પળોને આનંદપૂર્વક ઊજવી હતી.
ભારતી સિંહે નાના દીકરા કાજુનો ચહેરો દેખાડ્યો
કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાએ આખરે પોતાના નાના દીકરા કાજુનો ચહેરો ફૅન્સને દેખાડી દીધો છે. ભારતીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના બીજા પુત્રને જન્મ આપ્યો હતો, જેને ‘યશવીર’ નામ આપવામાં આવ્યું છે. હવે તેણે પોતાના દીકરાનો ચહેરો ફૅન્સને દેખાડ્યો છે. ભારતી તેના દીકરા કાજુને ઘણી વાર ફૅન્સ સાથે મળાવતી હતી, પરંતુ તેનો ચહેરો હંમેશાં છુપાવી રાખતી હતી. હવે તેણે ચહેરો દેખાડી દીધો છે. આ ખાસ ક્ષણને યાદગાર બનાવવા માટે ભારતી અને હર્ષે એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. આ ફેસ-રિવીલ પાર્ટી માટે ખાસ ‘સ્નેલ થીમ’ રાખવામાં આવી હતી. ભારતીના મોટા દીકરા ગોલાને સ્નેલ ખૂબ જ ગમે છે તેથી સમગ્ર રૂમને આ થીમ પ્રમાણે સજાવવામાં આવ્યો હતો. કાજુનો ચહેરો બતાવ્યા બાદ આખા પરિવારે સાથે બેસીને ભોજન કર્યું હતું અને આ ખુશીની પળોને આનંદપૂર્વક ઊજવી હતી.
