સોનારિકાએ સોશ્યલ મીડિયા પર નવજાત દીકરીના પગની તસવીર શૅર કરીને આ સમાચાર પોતાના ફૅન્સ સાથે શૅર કર્યા છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ટેલિવિઝન સિરીયલ ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીનું પાત્ર ભજવનારી ઍક્ટ્રેસ સોનારિકા ભદૌરિયા ૩૩ વર્ષની વયે લગ્નના એક વર્ષમાં દીકરીની મમ્મી બની ગઈ છે. સોનારિકાએ ૨૦૨૪માં વિકાસ પરાશર સાથે લગ્ન કર્યાં હતાં. સોનારિકાએ સોશ્યલ મીડિયા પર નવજાત દીકરીના પગની તસવીર શૅર કરીને આ સમાચાર પોતાના ફૅન્સ સાથે શૅર કર્યા છે. આ ફોટો સાથે સોનારિકાએ કૅપ્શન લખી છે કે ‘૫.૧૨.૨૦૨૫... અમારી સૌથી પ્રિય અને સૌથી મોટા આશીર્વાદ. તે આવી ગઈ છે અને અત્યારથી જ અમારી આખી દુનિયા બની ગઈ છે.’


