° °

આજનું ઇ-પેપર
Monday, 27 September, 2021


શાહીર શેખ અને રુચિકા કપૂરના ઘરે લક્ષ્મીનો જન્મ

11 September, 2021 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બન્નેએ દોઢ વર્ષ ડેટ કર્યા બાદ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા

શાહીર શેખ અને રુચિકા કપૂરની ફાઈલ તસવીર

શાહીર શેખ અને રુચિકા કપૂરની ફાઈલ તસવીર

ટેલિવિઝન કપલ શાહીર શેખ (Shaheer Sheikh) અને રુચિકા કપૂર (Ruchikaa Kapoor)ને ગણેશ ચર્તુથીના દિવસે ગણેશજીએ આર્શિવાદમાં લક્ષ્મી આપી છે. એટલે કે, તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે. ગઈકાલે જ રુચિકાએ દીકરીને જન્મ આપ્યો છે. ગત વર્ષના નવેમ્બર મહિનામાં કોર્ટ મેરેજ કરનાર કપલે પ્રેગનેન્સિની કોઈ ઓફિશ્યલ જહેરાત નહોતી કરી . પરંતુ થોડાક સમય પહેલા રુચિકાના બેબી શૉવરના ફોટો વાયરલ થયા હતા. ત્યારબાદ ગઈકાલે તેઓ દીકરીના માતા-પિતા બન્યા હોવાના સમાચાર આવ્યા છે.

શાહીર શેખ અને રુચિકા કપૂરે પ્રેગનેન્સિની કોઈ ઓફિશ્યલ જહેરાત કે સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ નહોતા કર્યા. પણ સોશ્યલ મીડિયા પરની અન્ય પોસ્ટ પરથી ચાહકોએ રુચિકા પ્રેગ્નન્ટ હોવાનું અનુમાન કર્યું હતું. બેબી શૉવરના ફોટો જોયા પછી આ વાત પર મહોર લાગી ગઈ હતી.

આ ટીવી કપલે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી તેઓ શાહીરના હોમ ટાઉન જમ્મુ ગયા હતા. ઈટાઈમ્સને આપેલા એક જુના ઇન્ટરવ્યુમાં શાહીરે લગ્ન જીવન વિશે કહ્યું હતું કે, ‘લગ્ન પછી અમે બન્ને એક નવા તબક્કામાં પ્રવેશ્યા છીએ અને રોજ કંઈક નવું શીખી રહ્યાં છીએ. હું ઘણા વર્ષોથી મુંબઈમાં એકલો રહેતો હતો. રુચિકા સાથે મારી સ્પેસ શૅર કરી હું ઘણું બધું શીખ્યો. મને રુચિકાની રસોઈ પણ ખૂબ ગમે છે’.

તમને જણાવી દઈએ કે, શાહીર શેખ અને રુચિકાની મુલાકાત આશરે બે વર્ષે પહેલાં ‘જજમેન્ટલ હૈ ક્યાં’ના સેટ પર થઇ હતી. બન્નેએ દોઢ વર્ષ સુધી એક-બીજાને ડેટ કરતા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રુચિકા કપૂરે રાજકુમાર રાવ સ્ટારર ‘જજમેન્ટલ હૈ ક્યાં’, ‘જબરિયા જોડી’, ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’, ‘ડ્રીમ ગર્લ’માં કામ કર્યું છે. તે બાલાજી મોશન પિક્ચર્સ લિમિટેડમાં ક્રિએટિવ પ્રોડ્યુસર અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ છે. જ્યારે શાહીર શેખ હવે ‘પવિત્ર રિશ્તા’ની બીજી સીઝનમાં દેખાવવાનો છે. ZEE5 પર સ્ટ્રીમ થનારી આ સિરિયલમાં તે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો રોલ કરશે.

11 September, 2021 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

સ્ટ્રેસ-ફ્રી લાઇફનો મંત્ર શું છે રેહના પંડિતનો?

મહામારીને કારણે લાગેલા લૉકડાઉન દરમ્યાન લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કલાકારો કોઈ ને કોઈ પ્રકારે કાર્ય કરતા હતા. મહામારી અને લૉકડાઉને લોકોના જીવનમાં ઊથલપાથલ મચાવી દીધી છે

26 September, 2021 12:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ 15’માં શમિતા શેટ્ટી, ડોનલ બિશ્ત અને અસીમ રિયાઝ કન્ફર્મ

પ્રતીક સહજપાલ પણ આ શોમાં જોવા મળશે

25 September, 2021 02:26 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TKSS: કપિલ શર્મા શોના નિર્માતાઓ અને સોની ટીવીના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ FIR

ધાક્કડના જણાવ્યા અનુસાર, શોના એન્કર કપિલ શર્મા અને સોની ટીવી ડિરેક્ટર એમપી સિંહ વિરુદ્ધ IT એક્ટ અને એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

24 September, 2021 06:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK