Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ગલોરમાં ટ્રાફિક ટાળવા મહિલાએ ૨૩ કિલોમીટરના અંતરે જવા ૪૭ કિલોમીટરનો લાંબો રૂટ પસંદ કર્યો

બૅન્ગલોરમાં ટ્રાફિક ટાળવા મહિલાએ ૨૩ કિલોમીટરના અંતરે જવા ૪૭ કિલોમીટરનો લાંબો રૂટ પસંદ કર્યો

Published : 08 March, 2026 08:15 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧ કલાક ૩૫ મિનિટને બદલે ૧ કલાક ૧૨ મિનિટમાં પહોંચી ગઈ

શ્રાવિકા જૈન

શ્રાવિકા જૈન


બૅન્ગલોરમાં ટ્રાફિક જૅમ ખરેખર માથાનો દુખાવો છે અને સમય બચાવવા માટે દરેક વ્યક્તિ હંમેશાં શૉર્ટકટ શોધે છે, પરંતુ શ્રાવિકા જૈન નામની મહિલાએ ફક્ત ૨૩ કિલોમીટર લાંબી સફર માટે ૪૭ કિલોમીટરનો રસ્તો પસંદ કર્યો અને તે સમયસર ત્યાં પહોંચી ગઈ હતી. તેણે પોતાનો આ અનુભવ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો ત્યારે લોકોએ તેની પસંદગીને દાદ આપી હતી.

શ્રાવિકા જૈનને ૨૩ કિલોમીટરની મુસાફરી માટે ગૂગલ મૅપ્સમાં બે વિકલ્પ દેખાયા હતા. ભારે ટ્રાફિકને કારણે ૨૩ કિલોમીટર લાંબો રસ્તો પાર કરવામાં તેને ૧ કલાક ૩૫ મિનિટ લાગવાની હતી, પણ ૪૭ કિલોમીટરનો રસ્તો ૧ કલાક ૧૨ મિનિટનો સમય દેખાડતો હતો. શ્રાવિકાએ ૪૭ કિલોમીટરનો રસ્તો પસંદ કર્યો અને તે સમયસર પહોંચી ગઈ.



તેની પોસ્ટે બૅન્ગલોરની ટ્રાફિક-સમસ્યા વિશે સોશ્યલ મીડિયામાં ચર્ચા શરૂ કરી છે. બૅન્ગલોર પહેલાંથી જ વિશ્વભરમાં એના કંટાળાજનક ટ્રાફિક જૅમ માટે નામચીન છે, જ્યાં લોકો રસ્તાઓ પર ઘણો સમય અટવાઈ જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 08:15 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK