Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રિયલ લાઇફમાં એકલા રહી જવાનો બબીતાજીને કોઈ જ અફસોસ નથી

રિયલ લાઇફમાં એકલા રહી જવાનો બબીતાજીને કોઈ જ અફસોસ નથી

Published : 29 June, 2026 12:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુનમુન દત્તાએ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવવાનો નિર્ણય કર્યો છે

મુનમુન દત્તા

મુનમુન દત્તા


‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના જીવનની સુંદર ક્ષણો અને પ્રવાસની ઝલક ચાહકો સાથે શૅર કરતી રહે છે. તાજેતરમાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાની ટ્રાવેલ-જર્નીનો એક સુંદર વિડિયો શૅર કર્યો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. શૅર કરાયેલા વિડિયોમાં મુનમુન દત્તા અલગ-અલગ સ્થળોની મુલાકાત લેતી, નવી વસ્તુઓ શીખતી અને જીવનની દરેક ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે. આ વિડિયો સાથે મુનમુને લખેલી કૅપ્શન જીવન પ્રત્યેની તેની વિચારસરણી સ્પષ્ટ કરે છે.

મુનમન દત્તાએ લખ્યું, ‘લોકો કહે છે કે તું આખી જિંદગી એકલી રહી જઈશ... અને મારો જવાબ છે કે બહુ સરસ, મને તો એ જ ગમે છે. મેં મારી જિંદગી મારી પોતાની શરતો પર જીવવાનો નિર્ણય કર્યો છે અને હું એને કોઈ બીજી રીતે જીવવા માગતી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK