તેમને સાથે જોઈને સોશ્યલ મીડિયા પર લોકો ઘણી અટકળો લગાવી રહ્યા છે.
નિયા શર્મા શાલીન ભનોત સાથે
નિયા શર્મા ગઈ કાલે શાલીન ભનોત સાથે સાઇક્લિંગ કરતી જોવા મળી હતી. તેમને સાથે જોઈને સોશ્યલ મીડિયા પર લોકો ઘણી અટકળો લગાવી રહ્યા છે. નિયા ‘જમાઈ રાજા’, ‘નાગિન 4’ અને ‘ખતરોં કે ખિલાડી : મેડ ઇન ઇન્ડિયા’ જેવા શો માટે જાણીતી છે. શાલીન પણ ‘બિગ બૉસ 16’, ‘સૂર્યપૂત્ર કર્ણ’ અને ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ માટે જાણીતો છે. નિયાએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને સાઇક્લિંગના ફોટો શૅર કર્યા હતા. નિયા બ્લૅક જૅકેટ અને પિન્ક શૉર્ટ્સમાં જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને નિયાએ કૅપ્શન આપી હતી કે ‘સવારે સાડાછ વાગ્યે ઊઠવું મુશ્કેલ છે, પરંતુ એક વાર તમે જાગી ગયા તો તમે ઘણુંબધું કરી શકો છો.’