Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હું બે વ્યક્તિઓની આંખોમાં આંખો નાખીને વાત નથી કરી શકતો... એક મારા પપ્પા અને બીજા તમે

હું બે વ્યક્તિઓની આંખોમાં આંખો નાખીને વાત નથી કરી શકતો... એક મારા પપ્પા અને બીજા તમે

Published : 29 October, 2026 11:19 AM | Modified : 29 October, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૌન બનેગા કરોડપતિના સેટ પર અમિતાભ બચ્ચન પ્રત્યે આદર વ્યક્ત કરીને રણબીર કપૂરે કર્યો ખુલાસો.

કૌન બનેગા કરોડપતિમાં રામાયણની ટીમ

કૌન બનેગા કરોડપતિમાં રામાયણની ટીમ


‘કૌન બનેગા કરોડપતિ’ના આગામી દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં ‘રામાયણ’ની ટીમ ભાગ લેવાની છે. આ શો આજે અને આવતી કાલે ટેલિકાસ્ટ થવાનો છે. આ શો દરમ્યાન રણબીર કપૂરે હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી કેટલીક ખાસ અને અત્યાર સુધી જાહેર ન થઈ હોય એવી યાદો તાજી કરી હતી. અમિતાભની સામે હૉટ સીટ પર બેસતાં જ રણબીરે પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરી હતી જેને સાંભળીને બિગ બી પણ ઇમોશનલ થઈ ગયા હતા.

અમિતાભ પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરતાં રણબીરે કહ્યું હતું કે ‘સર, સૌથી પહેલાં તો હું એટલું કહેવા માગું છું કે મારા જીવનમાં માત્ર બે જ એવી વ્યક્તિઓ આવી છે જેમની આંખોમાં આંખો નાખીને હું વાત કરી શકતો નથી. એક મારા પપ્પા હતા અને બીજા તમે છો.’



રણબીરની આ વાત સાંભળીને અમિતાભના ચહેરા પર પણ સ્માઇલ આવી ગયું હતું અને આખો સ્ટુડિયો તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો. પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં રણબીરે પછી અમિતાભ સાથે ફિલ્મ ‘અજૂબા’ના સેટ પર બનેલો એક પ્રસંગ સંભળાવ્યો હતો. રણબીરે હસતાં-હસતાં કહ્યું, ‘હું બાળપણથી જ તમારી સામે મોટો થયો છું. મને યાદ છે કે બાળપણમાં જ્યારે હું ‘અજૂબા’ના શૂટિંગ દરમ્યાન સેટ પર આવ્યો હતો ત્યારે મેં એક લાંબા કદના માણસને જોયા હતા. આજની જનરેશન જેને ‘ઑરા ફાર્મિંગ’ કહે છે એની શરૂઆત તો ખરેખર તમારાથી જ થઈ હતી. તમે જ્યારે રૂમમાં પ્રવેશતા હતા ત્યારે એવું લાગતું હતું કે જાણે કોઈ પોતાની સાથે આખો ઑરા લઈને આવ્યું હોય.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK