Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટેલિવિઝન ડસ્ટબિન મીડિયમ છે

ટેલિવિઝન ડસ્ટબિન મીડિયમ છે

Published : 13 September, 2026 02:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીવીમાં કામ કરીને સ્ટાર બનેલા રોહિત રૉયે વિવાદાસ્પદ દાવો કર્યો

રોહિત રૉય

રોહિત રૉય


ટીવી-ઍક્ટર તરીકે પોતાની કરીઅરની શરૂઆત કરનાર રોહિત રૉયે ટેલિવિઝન-ઇન્ડસ્ટ્રી વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં એને ‘ડસ્ટબિન મીડિયમ’ ગણાવ્યું છે. રોહિતે ફિલ્મ અને ટીવીના કલાકારોની જાહેર છબી તથા વર્તનની સરખામણી કરતાં કહ્યું કે ફિલ્મસ્ટાર્સમાં જે ‘સ્ટાઇલ અને ક્લાસ’ જોવા મળે છે એ ઘણી વખત ટીવી કલાકારોમાં જોવા મળતાં નથી.
આ મામલે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘તમે કોઈ પણ મોટા ફિલ્મસ્ટારને જાહેર કાર્યક્રમમાં જુઓ તો તે જે રીતે પ્રસ્તુત થાય છે એમાં એક અલગ જ ગ્રેસ હોય છે. અમારે પણ એવું કરવું પડે છે; પણ તેમની છબી ગ્રેસફુલ, ગૌરવપૂર્ણ, સ્ટાઇલિશ અને કૂલ હોય છે. એમાં એક પ્રકારની સ્ટાઇલ અને ક્લાસ હોય છે. એક વખત ઘણા ટીવી-કલાકારોને એકસાથે જુઓ અને તેઓ જે રીતે વર્તે છે એ જોવાથી તમને તમારા સવાલનો જવાબ મળી જશે. સેલિબ્રિટીએ જાહેર જીવનમાં હંમેશાં ગ્રેસ અને ગૌરવ જાળવવું જોઈએ. માત્ર ફોટોગ્રાફર્સના કૅમેરા હાજર હોય એટલા માટે બિનજરૂરી હરકતો કરવી કે મૂર્ખામીભરી ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી.’


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK