નેહા ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા સીઝન 5’ના એપિસોડમાં જોવા મળશે
નેહા મર્દા
‘બાલિકા વધૂ’માં ગહનાનો રોલ કરીને સારીએવી લોકપ્રિયતા મેળવનાર નેહા મર્દા ૨૦૨૩માં દીકરીને જન્મ આપ્યા પછી નાના પડદાથી દૂર થઈ ગઈ હતી. જોકે હવે તેણે ટીવીના પડદે બિઝનેસવુમન તરીકે કમબૅક કર્યું છે. નેહા ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા સીઝન 5’ના એપિસોડમાં જોવા મળશે. પ્રોમોમાં જોવા મળતી માહિતી પ્રમાણે નેહાએ પ્રેગ્નન્સી પછી શરીરમાં આવતી સ્મેલ માટેની પ્રોડક્ટ પ્રમોટ કરી છે. શોમાં તેને આ બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે તેણે ખુલાસો કર્યો છે.
પ્રોમોમાં નેહા મર્દા પોતાની પ્રેગ્નન્સી પછીની સ્થિતિ વિશે વાત કરતાં જણાવે છે કે ‘પ્રેગ્નન્સી પછી મને મારા શરીરની સ્મેલથી થોડું અનકમ્ફર્ટેબલ લાગવા માંડ્યું. એક અભિનેત્રી હોવાના નાતે એ દિવસે મારો આત્મવિશ્વાસ હલી ગયો હતો. એને સુધારવા માટે કંઈ પણ કામનું સાબિત ન થયું. જે વાત એક વ્યક્તિગત સમસ્યા તરીકે શરૂ થઈ હતી એ તરત જ એક બિઝનેસ-આઇડિયામાં બદલાઈ ગઈ.’
ADVERTISEMENT
જોકે ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા સીઝન 5’માં નેહાએ શાર્ક્સના કડક અને તેને ટાર્ગેટ કરીને કરાયેલા સીધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે.


