Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટેલિવિઝનની આ અભિનેત્રીને ઑડિશનમાં કહેવામાં આવ્યું, કપડાં ઉતારો, ફિગર જોવી છે

ટેલિવિઝનની આ અભિનેત્રીને ઑડિશનમાં કહેવામાં આવ્યું, કપડાં ઉતારો, ફિગર જોવી છે

Published : 15 July, 2026 07:09 PM | Modified : 15 July, 2026 07:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીવી અભિનેત્રી શ્વેતા કવાત્રાએ વર્ષો બાદ કાસ્ટિંગ કાઉચ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, એક ઑડિશન દરમિયાન તેમને કપડા ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટનાથી તેઓ ખૂબ ડરી ગયા હતા અને તરત જ ત્યાંથી નીકળી ગયા હતા.

શ્વેતા કવાત્રા (સૌજન્ય: મિડ-ડે)

શ્વેતા કવાત્રા (સૌજન્ય: મિડ-ડે)


`કહાની ઘર ઘર કી` અને `કુસુમ` જેવી લોકપ્રિય સીરિયલોથી જાણીતી અભિનેત્રી શ્વેતા કવાત્રા હાલ ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર દુબઈમાં પરિવાર સાથે રહે છે. જોકે, અભિનય કારકિર્દીની શરૂઆતમાં તેણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, તે આજે પણ તે ભૂલી નથી શકી. એક ઈન્ટરવ્યૂમાં શ્વેતાએ ખુલાસો કર્યોકે તે પણ કાસ્ટિંગ કાઉચ જેવી ખરાબ પરિસ્થિતિનો સામનોકરી ચૂકી છે. તેને કહ્યું કેઈન્ડસ્ટ્રીમાં ઘણા વખત કાસ્ટિંગ એજન્ટ અને વચ્ચે કામ કરનારા લોકો નવા કલાકારોની મજબૂરી અને નિર્દોષતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

ઑડિશન દરમિયાન થયો અનુભવ



શ્વેતાએ જણાવ્યું કેજ્યારે તે નવીહતી ત્યારે તેને "કોમ્પ્રોમાઇઝ" જેવા શબ્દોનો અર્થ પણ ખબર નહોતી. કેટલાક લોકોસીધા આવા પ્રશ્નો પૂછતા, જેના કારણેતે ગભરાઈ જતી અને સમજાતું નહોતું કે સામેની વ્યક્તિ શું કહેવા માગે છે. આવી પરિસ્થિતિમાં એક યુવતી તરીકે ડર અને અસુરક્ષાની લાગણી અનુભવાતી હતી. તેમણે એક ઘટના યાદ કરતાં કહ્યું કે એક વખત તેને એક જાણીતી હોટલમાં ઑડિશન માટે બોલાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં ઘણા લોકો હોવાથી બધું સામાન્ય લાગતું હતું. પરંતુપછી તેને એ કઅલગ રૂમમાં બોલાવવામાં આવ્યા, જ્યાં લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર હાજર હતા.


આ ઘટનાએ શ્વેતાને જીવનનો મોટો પાઠ શીખવ્યો

સૌપ્રથમ તેની સાથે સ્ક્રિપ્ટ વિશે વાત કરવામાં આવી અને વૉક કરવા કહેવામાંઆવ્યું. ત્યારબાદ અચાનક તેમને કપડાં ઉતારવા કહ્યું. આ સાંભળીને શ્વેતા ચોંકી ગઇ. તેનેલાગ્યું કે કદાચ તેને ખોટું સાંભળ્યું હશે, પરંતુ ફરીએ જ વાત કહેવામાં આવી. શ્વેતાએ કહ્યુંકે તે ક્ષણે તેઓ ખૂબ જ શરમાઈ ગયાં, સાથે ડર અને ગુસ્સો પણ અનુભવ્યાં. જ્યારે તેણે આ માગણીનું કારણ પૂછ્યું ત્યારે તેને કહેવામાં આવ્યું કે સ્વિમ સૂટ લુક જોવો છે. આ વાત સાંભળતા જ શ્વેતાએ વધુ કોઈ  ચર્ચા કર્યાવગર ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું. તેને  કહ્યું કે તેસમયે તે એટલી ગભરાઈ ગઈ હતી કે તરત જ ત્યાંથી બહાર આવી ગઈ. આ ઘટનાએ તેને એક મોટો પાઠ શીખવ્યો. તેને કહ્યું કે,  "કોઈપણ ઓડિશન કે મીટિંગ માટે જાઓ ત્યારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જરૂર પડેતો ત્યાંથી તરત બહાર નીકળવાનો રસ્તો શું છે."


ધુરંધર ફેમ અભિનેતાની પત્ની ઇન્ડસ્ટ્રીથી દૂર

શ્વેતા ક્વાત્રા આજે ભલે ફિલ્મ ઉદ્યોગથી દૂર હોય, પરંતુ તેના પતિ માનવ ગોહિલ આ વર્ષની મોટી હિટ ફિલ્મ ધુરંધરમાં દેખાયા હતા. શ્વેતાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ અસ્તિત્વમાં છે. તેના વિશે બોલતા, શ્વેતાએ કહ્યું, "બિલકુલ." પછી, તેણે તેની સાથે બનેલી એક ઘટનાનું વર્ણન કર્યું.

ટીવીથી દૂર, હવે સોશિયલ મીડિયા પર છે સક્રિય

શ્વેતા કવાત્રાએ મૂળ ગુજરાતી એવા અભિનેતા માનવ ગોહિલ સાથે લગ્ન કર્યાં છે. તે છેલ્લે `બાલવીર` સીરિયલમાં જોવા મળી હતી. હાલ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને દુબઈમાં જીવનશૈલી તેમજ`આર્ટ ઑફ લિવિંગ` સંબંધિત વીડિયો અને માહિતી શેર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 07:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK