શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી, બાપુજી તરીકે અમિત ભટ્ટ અને પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક અને શોના સર્જક અસિત કુમાર મોદી અમિતાભ બચ્ચન સાથે રમત રમતા જોવા મળશે.

તસવીરઃ મિડ-ડે
અમિતાભ બચ્ચન(Amitabh bachchan)ક્યારેક ક્યારેક તેમના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun banega crorepati)માં સેલિબ્રિટી મહેમાનોને હોસ્ટ કરે છે. આ વખતે અમિતાભ બચ્ચન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak mehta ka ooltah chashmah)ની ટીમ સાથે રમત રમતા જોવા મળશે. શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી, બાપુજી તરીકે અમિત ભટ્ટ અને પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક અને શોના સર્જક અસિત કુમાર મોદી અમિતાભ બચ્ચન સાથે રમત રમતા જોવા મળશે. તે જ સમયે, શોના વધુ કલાકારો દર્શકોમાં બેસીને મસ્તી કરતા જોવા મળશે.
View this post on Instagram
તાજેતરમાં, આગામી ફેબ્યુલસ ફ્રાઈડે એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર કાસ્ટ કૌન બનેગા કરોડપતિ 13માં આવશે. અમિતાભ બચ્ચન તારક મહેતાની આખી ટીમથી ઘેરાયેલા છે, જેને જોઈને તેઓ કહે છે કે તમે 21 લોકો છો. એ પછી જેઠાલાલ બેઠકનો પ્લાન સમજાવે છે. બે લોકો ત્યાં બેસીને બાકીના લોકોને હેરાન કરવાની વાત કરશે. પોપટ લાલ અમિતાભ બચ્ચનને કહે છે, સર, તમે મારા લગ્ન કરાવી શકો છો. હું લોટ બાંધી શકું છુ અને લોકડાઉનમાં ઝાડુ-પોછા પણ કરી લવ છું. પોપટલાલની વાત સાંભળીને અમિતાભ બચ્ચન ખૂબ હસવા લાગે છે.
બીજા સેગમેન્ટમાં જેઠાલાલ અને બાપુજી હોટ સીટ પર બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન બ્રેકની જાહેરાત કરે છે. દિલીપ જોશી ઘણું બધું ખાવાનું લઈને આવે છે, જેને જોઈને અમિતાભ દંગ રહી જાય છે. પ્રોમોમાં શોની આખી કાસ્ટ ગરબા રમતી જોવા મળી રહી છે. એપિસોડ જેનો પ્રોમો સોની ટીવી દ્વારા શેર કરવામાં આવ્યો છે તે 10 ડિસેમ્બરે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આગામી એપિસોડમાં, કૌન બનેગા કરોડપતિ 13 સ્ટેજ પર ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે.